Ganesh Chaturthi 2022: આ રાશિના જાતકોની બદલશે કિસ્મત, કરવું પડશે આટલું કામ

સ્પેશિયલ ફિચર્સ

આ વર્ષનો ગણેશોત્સવ કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ થશે, કારણ કે આ રાશિના જાતકો પર ગણપતિ બાપ્પાની ખાસ કૃપા રહેશે. કર્ક, વૃશ્ચિક અને તુલા રાશિના જાતકોને આ વખતે બાપ્પાના વિશેષ આશીર્વાદ મળશે. તેથી ગણેશ પૂજા દરમિયાન ખાસ ઉપાય કરવા જોઈએ.

દુંદાળા દેવની કૃપા મેળવવા માટે ગોળની 21 નાની ગોળી બનાવીને દૂર્વા સાથે બાપ્પાના ચરણોમાં અર્પિત કરવા જોઈએ, જેથી ઉક્ત રાશિના જાતકોની તમામ મનોકામના પૂરી થશે.

ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન કરીને બાપ્પાની વિધિપૂર્વક પૂજા કરવી અને ગોળ-ઘીનો ભોગ ધરાવીને તે ગાયને ખવડાવી દેવો. આમ કરવાથી અપાર ધનની પ્રાપ્તિ થશે.

જાતકોને બાપ્પાના આશીર્વાદથી શું થશે ફાયદો

કર્ક રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને ધંધામાં નફો થશે.

વૃશ્ચિક રાશિના જાતકોને સારી જોબ ઓફર મળી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેને પ્રમોશન મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે.

તુલા રાશિના જાતકોને પણ કરિયરમાં સારી સફળતા મળી શકે છે. ધારેલા કામો અડચણ વિના પૂરા થઈ શકશે.

1 thought on “Ganesh Chaturthi 2022: આ રાશિના જાતકોની બદલશે કિસ્મત, કરવું પડશે આટલું કામ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.