ગાંધીનગર: યુનિયનના નેતાઓ સાથે સમાધાન પણ કર્મચારીઓમાં નારાજગી યથાવત, સચિવાલયમાં યોજી રેલી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gandhinagar: ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે ગુજરાતના સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોવાનું જણાઈ રહ્યું છે. ગઈકાલે રાજ્ય સરકારે વાતચીત કરી કર્મચારીઓના યુનિયનના નેતાઓ સાથે સમાધાન કર્યું હતું. છતાં કર્મચારીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોની નારાજગી યથાવત રહી છે. બીજી બાજુ, આજે રાજ્યના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઊતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવાના નારા લગાવ્યા હતા.
સરકાર સાથેની મંત્રણા પછી પણ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ યથાવત છે. શુક્રવારે સરકાર સાથે નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબ પંચાયત હસ્તકના આરોગ્યકર્મચારીઓ, વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર, કોન્ટ્રેક્ટ-આઉટસોર્સિંગ કર્મચારીઓ, ભારતીય કિસાન સંઘ, પૂર્વ સૈનિકો વિગેરે કોઈ લાભ મળવાનો નથી. ગાંધીનગર સચિવાલય ખાતે પંચાયતના આરોગ્યકર્મચારીઓ ધરણાં પર બેઠા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ભારતીય કિસાન સંઘ પણ સરકારથી નારાજ હોઆવાના અહેવાલ છે. રાજ્ય સરકારે હજુ સુધી તેમની સાથે મંત્રણા કરી ન હોવાથી તેઓ આજે ગાંધીનગરના સચિવાલય ખાતે ધરણાં કરશે. ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં રોષની લાગણી છે.
કેટલાક સંગઠન સરકાર સામેના આંદોલન બંધ કરી રહ્યા છે તો કેટલાક સંગઠન હજુ બાકીની માંગણીઓને લઈને આંદોલન ચાલુ રાખવાના છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોએ આંદોલન સમેટ્યું છે પણ ઈજનેરી કોલેજના અધ્યાપકો હજી સરકાર સામે લડી લેવાના મુડમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.