Homeઆપણું ગુજરાતસેવા સંસ્થાના સંસ્થાપક ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

સેવા સંસ્થાના સંસ્થાપક ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

અમદવાદથી એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. મહિલાઓ માટે કામ કરતી ‘સેવા’ સંસ્થાના સ્થાપક અને ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના કાર્ય માટે ઇલાબેન ભટ્ટને રોમન મેગ્સેસે એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદે પણ સેવા આપી ચુક્યા છે, નાજુક તબિયતને કારણે તેમને થોડા દિવસો પહેલા જ તેમણે પદ છોડ્યું હતું. તેઓ સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્યક્તિ હતા.
ઈલાબેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. તેમણે 1972માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા) નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેઓ 1972થી 1996 સુધી સેવાના જનરલ સેક્રેટરી પદે રહ્યા. તેઓ કાયદાના સ્નાતક છે અને તેઓ જીવનભર મજૂર, સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ અને સહકારી મંડળ, સંલગ્ન ચળવળો સાથે જોડાયાં રહ્યા.
ઇલાબેને ‘વિશ્વ મહિલા બેંક’ , ‘વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલ અને મહરાજા સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનીવર્સીટી દ્વારા ઇલાબેનને ડોકટરેટની માનદ ઉપાધી એનાયત કરવામાં આવેલ છે.
ઇલાબેને ‘શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’ , અને ‘વી આર પુઅર બટ સો મેની’ જેવા પુસ્તકો લખ્યા છે. જેમાં તેમણે નારી સશક્તિકરણ અને સમાનતા વિષે વિચારો રજુ કર્યા છે.

ઈલા ભટ્ટને મળેલા પુરસ્કારો:
1977માં સામાજિક નેતૃત્વ માટેનો રેમને મેગસેસ એવોર્ડ
1985માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા
1986માં ભારત સરકારનો પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો
2010માં US સરકારે ગ્લોબલ ફેરનેસ એવોર્ડથી સન્માનિત કર્યા
2011માં સ્ત્રીઓના ઉદ્ધાર માટે અતિ પ્રતિષ્ઠિત રેડક્લિફ સુવર્ણ ચન્દ્રક મળ્યો
2013માં ઈન્દિરા ગાંધી પારિતોષિક એવોર્ડ મળ્યો હતો

RELATED ARTICLES

Most Popular