નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જીવથી મારવાની ધમકી આપનાર જયેશ પુજારી નાગપુર પોલીસના કબજામાં છે અને પોલીસે તેની પુછપરછ પણ શરુ કરી દીધી છે. પણ 72 કલાક બાદ પણ પોલીસને તેણે જે ફોન પરથી ફોન કર્યો હતો એ ફોન નથી મળી રહ્યો. પોતે મોબાઈલ ફોન ક્યાં સંતાડ્યો છે એ જણાવવાનું તો બાજુએ રહ્યું પણ આરોપી ઉલટા ચોર કોતવાલ તો દાંટે એ ન્યાયે પોલીસને જ પહેલાં જઈને એ મોબાઈલ લઈ આવો, પછી જ મારા પર આક્ષેમ મૂકો એવી ચેલેન્જ ફેંકી રહ્યો છે. જેને કારણે પોલીસ ખુદ ચકરાઈ ગઈ છે.
કર્ણાટકની જેલમાં રહેલાં કુખ્યાત ગુનેગાર જયેશાં પુજારીએ ફોન કરીને નીતિન ગડકરીને ધમકી આપીને 100 કરોડની ખંડણી માગી હતી. તેણે જે ફોન પરથી ફોન કર્યો હતો એ ફો પોલીસને નથી મળી રહ્યો અને પોલીસે તેને અલગ અલગ રીતે એ ફોન ક્યાં છે એવી પૂછપરછ શરુ કરી હતી. પણ પોલીસના જવાબ આપવાને બદલે પુજારી તેમને જ તમે જે મોબાઈલ મારો છે એવો દાવો કરી રહ્યા છો પહેલાં તો જઈને એ ફોન શોધીને લાવો, સિમકાર્ડ શોધીને લાવો અને પછી મારા પર આક્ષેપ મૂકો એવો પડકાર ફેંક્યો છે.
72 કલાક બાદ પણ પોલીસને ફોન શોધવામાં સફળતા મળી નથી. દરમિયાન પુજારીએ જેલ પ્રશાસન જ પોતાની સામે બદલો લેવા માટે આ આખું ષડયંત્ર રચી રહ્યું હોવાનો આક્ષેપ મૂક્યો છે. જયેશે જ જેલમાંથી નીતિન ગડકરીના ઓફિસમાં ફોન કર્યો હતો અને 100 કરોડની ખંડણી માગી હતી. તેમ જ તેણે પોતે દાઉદ ઈબ્રાહિમનો સાથીદાર હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસને તેની પાસેથી એક ડાયરી પણ મળી આવી છે જેમાં અનેક નેતા અને પ્રધાનોના નંબર પણ છે. પુજારી પાસે આ બધા નંબર ક્યાંથી આવ્યા એની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ સમગ્ર પ્રકરણે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ આ મામલાની ઊંડાણથી તપાસ કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે. ફોન હિંડાલ્ગા જેલમાંથી કરવામાં આવ્યો છે. અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણને અમે ગંભીરતાથી લીધું છે. ફોન કરનાર કેદીના બેકગ્રાઉન્ડની પણ પૂરતી તપાસ કરવામાં આવશે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.