પુતિનના શર્ટલેસ ફોટોની કેનેડા-યુકેના વડા પ્રધાને ઉડાવી મજાક, કહ્યું- અમારે પણ પેક્સ દેખાડવા પડશે

દેશ વિદેશ

G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સહિતના વૈશ્વિક નેતાઓએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શર્ટલેસ થઇને ઘોડેસવારી કરવાના જૂના ફોટોની મજાક ઉડાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાવેરિયન આલ્પ્સમાં ત્રણ દિવસીય G-7 સમિટના પહેલા દિવસે રવિવારે જોન્સન અને ટ્રુડોએ પુતિનની મજાક ઉડાવી હતી. કેનેડાના જસ્ટિન ટ્રુડોએ મજાકમાં દલીલ કરી હતી કે તેઓએ કપડાં ઉતારવા જોઈએ કે કેમ, બ્રિટિશ નેતાએ કહ્યું હતું કે તેમના “પેક્સ” બતાવવાથી તે “પુતિન કરતાં વધુ સખત” દેખાશે.


G-7 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ હાજર હતા, પરંતુ તેઓ પુતિન વિશે જોક્સ ટાળતા જોવા મળ્યા હતા.
ક્રેમિલોન દ્વારા જાહેર કરાયેલા ફોટોગ્રાફ્સમાં પુતિન ઘણીવાર શર્ટ વગર જોવા મળે છે. તેમની આ તસવીર જાહેર કરવાનો હેતુ તેમની મજબૂત ઈમેજ રજૂ કરવાનો છે. ધ હિલના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ કુશળ તાઈકવાન્ડો ખેલાડી પણ છે. ક્રિમીઆ પર યુક્રેનના આક્રમણ બાદ 2014માં રશિયાને G-8માંથી બહાર કરવામાં આવ્યું હતું. વર્તમાન G-7 દેશોમાં યુએસ, કેનેડા, ગ્રેટ બ્રિટન, જર્મની, ઇટાલી, ફ્રાન્સ અને જાપાનનો સમાવેશ થાય છે. જર્મનીની અધ્યક્ષતામાં G-7 દેશોની આ શિખર બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે છેલ્લા પાંચ મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમિટ દરમિયાન રશિયા દ્વારા યુક્રેન પર હુમલા તેજ કરવાના અહેવાલો પણ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.