Homeટોપ ન્યૂઝG-20 Summit: PM મોદીએ કહ્યું- દુનિયાને G20 પાસેથી અપેક્ષાઓ છે, UN પણ...

G-20 Summit: PM મોદીએ કહ્યું- દુનિયાને G20 પાસેથી અપેક્ષાઓ છે, UN પણ યુક્રેન યુદ્ધ રોકી ન શક્યું

ઇન્ડોનેશિયાના બાલીમાં આજથી જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું, “મેં વારંવાર કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના પર પાછા ફરવાનો માર્ગ શોધવો જોઈએ. છેલ્લી સદીમાં બીજા વિશ્વયુદ્ધે વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી, ત્યાર બાદ આ શાંતિનો માર્ગ અપનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આપણો વારો છે. કોવિડ પછીના યુગ માટે નવી વિશ્વ વ્યવસ્થા બનાવવાની જવાબદારી આપણા ખભા પર છે.”
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “આજની ખાતરની અછત એ આવતીકાલની ખાદ્ય કટોકટી છે, જેનો ઉકેલ વિશ્વ પાસે નહીં હોય. આપણે ખાતર અને ખાદ્ય અનાજ બંનેની સપ્લાય ચેઇન સ્થિર અને સુનિશ્ચિત રાખવા માટે પરસ્પર સમજૂતી કરવી જોઈએ.”
પીએમ મોદીએ કહ્યું કે 2030 સુધીમાં આપણી અડધી વીજળી રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા થશે. જે માટે વિકાસશીલ દેશોને સમયસર ફાઇનાન્સ વ્યવસ્થા અને ટેકનોલોજીનો ટકાઉ પુરવઠો ઉપલબ્ધ કરાવવો પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ મુલાકાત કરી હતી.

“>

 

સમિટની શરૂઆત કરતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વિશ્વના નેતાઓને યુએન ચાર્ટરનું પાલન કરવા કહ્યું અને રશિયા-યુક્રેન સંઘર્ષ સંદર્ભમાં યુદ્ધ સમાપ્ત કરવા અપીલ કરી હતી.

RELATED ARTICLES

Most Popular