Homeદેશ વિદેશG-20 સમિટઃ પીએમ મોદીની અપીલની અસર

G-20 સમિટઃ પીએમ મોદીની અપીલની અસર

 

ડિનર દરમિયાન મોદી શી જિનપિંગને મળ્યા

બાલીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ પર વિશ્વના ટોચના નેતાઓએ મહોર મારવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. આ અપીલ અંગે G-20 દેશના નેતાઓની સમંત થયા હોવાનું કહેવાય છે.

દરમિયાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સમિટના તમામ નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. ડિનર દરમિયાન વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપિત શી જિનપિંગ સામસામે મળ્યા હતા અને બંને નેતાઓએ હાથ મિલાવીને વાતચીત કરી હતી.

દરમિયાન બ્રિટનના વડા પ્રધાન પ્રધાન ઋષિ સુનકે રશિયાને યુક્રેનમાંથી બહાર નીકળવાનો અનુરોધ પણ કરયો હતો. બીજી બાજુ તેમણે રશિયાની આકરી ટીકા કરી હતી. રશિયન વિદેશ પ્રધાન સર્ગઈ લાવરોવની હાજરીમાં સુનકે કહ્યું હતું કે બ્રિટન યુક્રેનનું સમર્થન કરે છે અને કરતું રહેશે. જોકે, તેમણે કહ્યું હતું સમિટમાં જો પુટિન કદાચ હાજર રહ્યા હોત તો આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા હોત.

ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ ચાલી રહી છે ત્યારે પહેલા દિવસે દેશવિદેશના મહાનુભાવો એકત્ર થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક પછી એક વિશ્વ નેતાઓને મળ્યા હતા. બાલીમાં તેમણે ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોન અને અમેરિકન પ્રમુખ જો બાઇડન સહિત અનેક દેશના મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી, જેમાં બ્રિટનના વડા પ્રધાન અને ભારતીય મૂળના ઋષિ સુનક અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

ગયા મહિને સુનકે બ્રિટનની સત્તા સંભાળ્યા પછી બંને વચ્ચેની આ પહેલી રૂબરૂ મુલાકાત છે.
તેમની મુલાકાત બાદ વડા પ્રધાનના કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે બાલીમાં G-20 સમિટના પહેલા દિવસે ચર્ચા કરી હતી. જોકે, તેમણે કયા વિષય પર ચર્ચા કરી હતી તેની માહિતી હજી સુધી મળી નથી.

સેનેગલના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ મેકી સાલને પણ મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડના રાષ્ટ્રપતિ માર્ક રુટેને પણ મળ્યા હતા.
મોદી બુધવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.

RELATED ARTICLES

Most Popular