ગાંધીનગર: ભારત દેશે આ વખતે જી-૨૦ સમિટનું પ્રમુખપદ સ્વીકાર્યુ છે ત્યારે ગુજરાતમાં પણ આ સમિટ સંબંધિત કાર્યક્રમોની રવિવારથી શરૂઆત થઈ ગઈ હતી. બી-૨૦ ઇન્સેપ્શન મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવોનું ધ લીલા હૉટેલ ખાતે ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરાયું હતું. જી-૨૦ હેઠળ ગુજરાતમાં યોજાઇ રહેલ ત્રિવસીય સૌપ્રથમ કાર્યક્રમ ’બી-૨૦ ઇન્સેપ્શન’ મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવોનું ગાંધીનગરમાં ધ લીલા હૉટેલ ખાતે ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અગાઉ જી-૨૦ની બેઠકોના આયોજન અંગે વિગતવાર માહિતી આપતા નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર ૧૫ કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ બિઝનેસ ૨૦ ઇન્સેપ્શન મિટિંગ છે, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ૨૨ થી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન આયોજિત કરવામા આવી છે. આ બેઠકમાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ડેલિગેટ્સ પણ આવી ચૂક્યા છે. મોના ખંધારે વધુમાં કહ્યું કે, આ જી-૨૦ સમગ્ર ભારત અને ગુજરાત માટે અનેક તકો લઇને આવી છે. ભારતમાં ૨૦૦થી વધુ મિટિંગ થવાની છે, જેમાં ૧૫ જેટલી બેઠક ગુજરાતમાં પણ યોજાવાની છે. ગુજરાતમાં ૬૦૦થી વધુ ડેલિગેટ્સ અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે, જેમાં ૨૦૦ જેટલા ઇન્ટરનેશનલ તેમ જ ભારતના ૪૦૦ ડેલિગેટ્સનો સમાવેશ થાય છે.
આ બધા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રી સંબંધિત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. જી-૨૦ની બેઠકોની વિગતવાર માહિતી આપતા અગ્ર સચિવે કહ્યું કે, “ક્લાઈમેટ એક્શન : એક્સિલરેટિંગ ટુવર્ડ્સ નેટ ઝીરો એનર્જી ફોર ગ્રીનર ઍન્ડ સસ્ટેનેબલ ફ્યુચર, “રિથિન્કીંગ એન્ડ રિવાઇટલાઇઝીંગ ઇનોવેશન ટુ ડ્રાઇવ , ઇન્ક્લુઝીવ ઇમ્પેક્ટ, “રિડિફાઇનીંગ ધ ગ્લોબલ ડિજિટલ કોઓપરેશન: અ કોલ ફોર એક્શન, બિલ્ડિંગ રેઝિલ્યન્ટ ગ્લોબલ વેલ્યૂ ચેન્સ: એડ્વાન્સિંગ ઇન્ક્લુઝન એન્ડ ઇન્ટીગ્રેશન ઑફ ઓલ અને “ફોસ્ટરીંગ ફાયનાન્શિયલ ઇન્ક્લુઝન ઍન્ડ એમ્પાવરીંગ સોસાઇટીઝ જેવા વિષયો પર વિગતવાર ચર્ચા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં કરવામાં આવશે.
જી-૨૦: ત્રણ દિવસીય બી-૨૦ ઈન્સેપ્શન મિટિંગમાં ભાગ લેવા ગુજરાત આવ્યા મહેમાનો
RELATED ARTICLES