ફનવર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
‘તા થૈયા થૈયા તા થૈ’ના નાદ સાથે શરૂ થઈ લોકજીવનને વણી લેતા સંગીતપ્રધાન વેશ કયા નામે જાણીતા છે?
અ) ટીપણી બ) ગરબી ક) ભવાઈ ડ) એકોક્તિ
—————-
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A             B
સાંકડું    TALL
લાંબું      SHORT
ટૂંકું        WIDE
પહોળું    NARROW
ઊંચું      LONG
———-
ચતુર આપો જવાબ
નદી-સાગરમાં રહે, પાણીની રાણી કહેવાય,
રંગબેરંગી જોવા મળે, કહો કયા નામે ઓળખાય?
નદી-સાગરમાં રહે, પાણીની રાણી કહેવાય,
રંગબેરંગી જોવા મળે, કહો કયા નામે ઓળખાય?
—————-
ઈર્શાદ
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
– ઉમાશંકર જોશી
————–
માઈન્ડ ગેમ
આડાઅવળા થઈ ગયેલા અક્ષરો ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
નરધીગગાં રાગુતનીજ છે ધાજરાની.
————–
ગુજરાત મોરી મોરી રે
અફાટ લોકપ્રિયતા મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ ટૂંકી વાર્તાના લેખક કોણ?
અ) સ્નેહરશ્મિ બ) ધૂમકેતુ ક) સુન્દરમ ડ) સહજ
—————–
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
સાચું, જમણું    RIGHT
વજન            WEIGHT
લડત              FIGHT
પ્રકાશ            LIGHT
દૃષ્ટિ, દેખાવ  SIGHT
ગુજરાત મોરી મોરી રે
લાઠી
ઓળખાણ પડી?પિયાનો
માઈન્ડ ગેમ ૧૯
ચતુર આપો જવાબ
છત્રી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.