ફન વર્લ્ડ

ફનક્લબ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…

મરાઠી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી બનાવો
A                  B
गड               ગરજવાળું
गडी              ચુપ, મૂંગું
गडद             ગઢ, કિલ્લો
गरजू            ઘોર, ગાઢ
गप               સાથી, સોબતી

ઓળખાણ પડી?
આડશમાં છુપાઈ દુશ્મન પર નજર રાખવા વપરાતા આ ઉપકરણને ઓળખ્યું?
અ) કેલિડોસ્કોપ બ) માઈક્રોસ્કોપ ક) સ્ટેથોસ્કોપ ડ) પેરિસ્કોપ

ગુજરાત મોરી મોરી રે
બાપુજીના બનેવીને (પપ્પાના જીજાજીને) બાળક શું સંબોધન કરી બોલાવે?
અ) મામા બ) ફુવા ક) માસા ડ) કાકા

જાણવા જેવું
ફોસ્ફરસ બે રંગનો આવે છે. પીળો અને લાલ. તેમાં પીળો અત્યંત જ્વલનશીલ હોવાથી એને પાણીમાં રાખવો પડે છે. આ ફોસ્ફરસ હાથમાં નથી લઈ શકાતો. ચીપિયા વડે પાણીમાંથી બહાર કાઢતાં તરત જ ઑક્સિજનના સંપર્કમાં આવતાની સાથે એની મેળે બળવા માંડે છે. તેના પ્રયોગો કરતી વખતે બહુ જ કાળજી રાખવી પડે છે, નહિતર કોઈવાર નુકસાન થવાનો સંભવ રહે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું ફરસાણ શોધી કાઢો
કેવું વિચિત્ર કહેવાય કે કોઈ ખારેક ચોરી ગયું.

નોંધી રાખો
મૃત્યુથી બચવાની તરકીબ છે, બીજાના હૃદયમાં જીવતા રહો.

માઈન્ડ ગેમ
અણુ બૉમ્બ સૌપ્રથમ કયા શહેર પર ઝીંકવામાં આવ્યો હતો?
અ) ટોક્યો ૨) ઓસાકા ૩) હિરોશિમા ૪) યોકોહામા

——–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
खेप              ફેરો
खोड             ભૂલ, દોષ
खूण             નિશાની, એંધાણ
खेरीज          સિવાય, વિના
खेळकर        રમતિયાળ

ગુજરાત મોરી મોરી રે
મામી

ઓળખાણ પડી?
ઘડિયાલ

માઈન્ડ ગેમ
૧,૮૬,૦૦૦ માઈલ

ચતુર આપો જવાબ
બરફી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.