ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld@bombaysamachar.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
પાણીમાં ઊગતી વનસ્પતિના ત્રિકોણ આકાર ધરાવતા ફળની ઓળખાણ પડી? આ ફળના લોટમાંથી બનાવવામાં આવેલી ખાદ્ય વસ્તુઓનું લોકો શીરો બનાવી ઉપવાસ સમયે સેવન કરે છે.
અ) શિંગોડા બ) બ્લેકબેરી ક) જરદાળુ
———
જાણવા જેવું
દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં યોજાતા મેળામાં યુવાન યુવક – યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને પસંદ કરી તેની સાથે લગ્ન કરે છે. સ્વયંવરમાં વિજય મેળવતા પહેલા યુવાનને યુવતીઓની લાકડીઓનો માર સહન કરવો પડતો હોય છે, પણ ત્યાર બાદ તેને ગોળ ખાવા અને ખવડાવવા પણ મળે છે. એટલે આ મેળાને ‘ગોળ ગધેડાનો’ મેળો કહેવામાં આવે છે.
———
નોંધી રાખો
આળસથી દટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું બહેતર છે.
——
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A                    B
आठवण   પસંદગીનું
अडचण    ઈરાદાપૂર્વક
आवडणे   અરીસો
आवर्जून   મુશ્કેલી
आरसा    સ્મરણ, સ્મૃતિ
———–
ગુજરાત મોરી મોરી રે
તરણેતરના મેળા માટે પ્રખ્યાત તરણેતર ગામ કયા જિલ્લામાં આવ્યું છે?
અ) બોટાદ બ) ખેડા
ક) સુરેન્દ્રનગર ડ) પાટણ
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું શાક શોધી કાઢો.
કાકીના સગા જરદાળુ લેતા આવ્યા.
———
માઈન્ડ ગેમ
૩, ૭, ૧૫, ૩૧, ૬૩ પછી કઈ સંખ્યા આવે?
અ) ૯૮ બ) ૧૨૭ ક) ૧૩૬
———-
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
जवळ     નજીક
खाली    નીચે
वर         ઉપર
पाठी    પાછળ
समोर   સામે
———-
ગુજરાત મોરી મોરી રે
સાવરકુંડલા
——–
ઓળખાણ પડી?
સારસ
———
માઈન્ડ ગેમ
૭૮
——-
ચતુર આપો જવાબ
ફણસી
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
———
(૧) નીતા દેસાઈ (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મૂળરાજ કપૂર (૪) સુભાષ મોમાયા (૫) પુષ્પા પટેલ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) શિલા શેઠ (૯) ગિરિશ શેઠ (૧૦) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૧) મિસિસ. ભારતી કાટકિયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) લજીતા ખોના (૧૫) હરીશ જી. સુતરીયા (૧૬) અરવિંદ સુતરીયા (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) મહેશ દોશી (૨૧) તાહેર ઔરંગાબાદવાળા (૨૨) શીરીન ઔરંગાબાદવાળા (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) કલ્પના આશર (૨૭) જાગૃત જાની (૨૮) બીના જે. જાની (૨૯) પાર્થ જે. જાની (૩૦) જયંતી પટેલ (૩૧) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૨) નિતિન જે. બજરીયા (૩૩) વિજય ગોરડિયા (૩૪) વીણા સંપટ (૩૫) ભાવના કર્વે (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) દિલીપ પરીખ (૪૪) પ્રવીણ વોરા (૪૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) નૈશધ દેસાઈ (૪૭)રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૮) રેખા આશિષ મચ્છર (૪૯) અરવિંદ કામદાર

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.