ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
પરવળ JACKFRUIT
ફણસ LONG BEANS
ફણસી POINTED GOURD
સરગવો FRENCH BEANS
ચોળી DRUMSTICK

ઓળખાણ પડી?
આયુર્વેદિક પદ્ધતિથી થતા ઉપચારમાં વૈદ્ય દ્વારા આપવામાં આવતી ઔષધિ શું નામે ઓળખાય છે?
અ) આમ્લ બ) ઓસડિયાં ક) પડીકી ડ) ટીકડી

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ગરમી આપું પણ અંગાર નહીં,
કપડાં બને પણ કપાસ નહીં.
અ) ઊન બ) રેશમ ક) કોલસો ડ) હીટર

માતૃભાષાની મહેક
હાથને પરિશ્રમ સાથે સીધો સંબંધ હોવાથી કહેવતમાં હાથની હાજરી નજરે પડે છે. હાથ અટકાવીએ તો મોઢું કેમ ચાલે? મતલબ કે નોકરી-કામધંધો ન કરીએ તો ખાવા માટે રોટલો ક્યાંથી મળે? આને સમાંતર અર્થ ધરાવતી કહેવત છે કે હાથ હલાવ્યા વગર કોળિયો મોંમાં ન જાય. હાથનો ઉપયોગ કરી ભોજન હાથમાં લઈએ તો એ મોં વાટે પેટમાં પધરાવી શકાય. મતલબ કે મહેનત વિના કંઈ ન મળે.

ગુજરાત મોરી મોરી રે
સામાજિક દૂષણોનો સામનો કરવા વીર નર્મદે શરૂ કરેલા સામયિકનું નામ શું હતું?
અ) ક્ષિતિજ બ) બુદ્ધિ પ્રકાશ કે) ભૂમિપુત્ર ડ) ડાંડિયો

માઈન્ડ ગેમ
આડાઅવળા થઈ ગયેલા અક્ષરો ગોઠવીને કહેવત શોધી કાઢો
પ્રધાન ઉજ્જડ એરંડો ગામમાં

ઈર્શાદ
સરવૈયાની ઐસીતૈસી, સરવાળાની ઐસીતૈસી,
જીવની સાથે જીવી લીધું, ધબકારાની ઐસીતૈસી.
– અશરફ ડબાવાલા
————
ગયા મંગળવારના જવાબ

ભાષા વૈભવ
ઔષધ        MEDICINE
ઉપચાર      TREATMENT
નિદાન        DIAGNOSIS
રોગ            DISEASE
રોગચાળો    EPIDEMIC

ગુજરાત મોરી મોરી રે
ઝવેરચંદ મેઘાણી

ઓળખાણ પડી?
ધન્વંતરિ

માઈન્ડ ગેમ
ઢમ ઢોલ પણ માંહે પોલ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રેડિયો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.