Homeતરો તાજાફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
સફેદ ફૂલ ધરાવતી આ ઔષધીય વનસ્પતિની ઓળખાણ પડી? એનો ઉપયોગ આયુર્વેદ અને હોમિયોપથીમાં વિભિન્ન પ્રકારની દવાઓ તરીકે અને વિશેષ ખાંસીમાં કરવામાં આવે છે.
અ) ગરમાળો બ) અરડૂસી ક) અળવી ડ) પર્ણકટિકા

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
વૃક્ષની છાલ BRANCH
થડ LEAF
ડાળી PLANT
પર્ણ BARK
છોડ TRUNK

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ન લે કોઈ ભોજન અને ન લે કોઈ પણ વેતન, છતાં
ચોકસાઈથી રખેવાળી કરે, જણાવો એ છે કોણ?
અ) જમાદાર બ) તાળું ક) ચપરાસી ડ) છાપરું

ગુજરાત મોરી મોરી રે
આયુર્વેદના ઉપચારમાં ચાર તોલા ઔષધનો ભૂકો કરી ૬૪ તોલા પાણીમાં નાખી ધીમા તાપે ગરમ કરી ૮ તોલા પાણી બાકી રહે ત્યારે ગાળીને પાણીનો ઉપયોગ કરાય એ ઉકાળો કયા નામે જાણીતો છે?
અ) કવાથ બ) ચૂર્ણ ક) અવલેહ ડ) રસાદિ

માતૃભાષાની મહેક
બાર કોળાં ને તેર લાગા એ રૂઢિપ્રયોગના જન્મની કથા જાણવા અને સમજવા જેવી છે. બન્યું એવું કે કોઈ એક અંધેરી નગરીમાં ગામડાનો એક ખેડૂત બે પૈસા મેળવવા ૧૨ કોળાં લઈને વેચવા બેઠો હતો. એની પાસે વારાફરતી અમલદારો આવી બધાં કોળાં એક પછી એક કરી લઈ ગયા. છેલ્લે જે આવ્યો તેણે કોળું માગ્યું. તેનો નંબર તેરમો હતો. તેને લાગો (કર) ન મળવાથી પેલા ખેડૂતને વગર વાંકે જેલમાં પૂરી દેવામાં આવ્યો. એ પરથી આ પ્રયોગ બન્યો.

ઈર્શાદ
રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછા મળવું,
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું.
– સંજુ વાળા

માઈન્ડ ગેમ
સમગ્ર હિન્દુસ્તાનમાં જેનું વાવેતર થાય છે એ ગુણકારી અને પચવામાં અત્યંત આસાન એવી દૂધી અન્ય કયા નામે પણ ઓળખાય છે એ અહીં આપેલા વિકલ્પમાંથી જણાવો.
અ) કોળું બ) મઘી
ક) મોગરી ડ) તુંબડી

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
આંતરડું INTESTINE
ધમની ARTERY
શિરા VEIN
યકૃત LIVER
હોજરી STOMACH

ગુજરાત મોરી મોરી રે
સંધિવા
ઓળખાણ પડી?
બ્રાહ્મી
માઈન્ડ ગેમ
ચરક
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પર્વત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular