Homeધર્મતેજફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] ‘ પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
અ ઇ
વેદ વ્યાસ પ્રભાતિયાં
વાલ્મીકિ ચંડી ચરિત્ર
તુકારામ મહાભારત
નરસિંહ મહેતા અભંગ
ગુરુ ગોવિંદ સિંહ રામાયણ
————-
ઓળખાણ પડી?
કૃષ્ણદ્વૈપાયન તરીકે પણ જાણીતા આ મહર્ષિની ઓળખાણ પડી? મહર્ષિ પરાશર અને માતા સત્યવતીના આ સુપુત્રની ગુરુપૂર્ણિમાના દિવસે પૂજા કરવામાં આવે છે.
અ) પાણિની બ) સાંદિપની ક) કણ્વ ડ) વેદવ્યાસ
————
ગુજરાત મોરી મોરી રે
કવિ કલાપીની પ્રખ્યાત કવિતાની પંક્તિના ખૂટતા શબ્દ જણાવો.
રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને, ————- ઊડો છો.
અ) આનંદ મૂકી બ) મેદાન છોડી ક) ઉપવન છોડી ડ) ખેલ છોડી
————–
માતૃભાષાની મહેક
જીવનમાં અનેક લોકો સાથે એવું બનતું હોય છે કે આયુષ્યના પાંચ – છ દાયકા સુધી જે વસ્તુ ક્યારેય ભાળી ન હોય કે અનુભવી ન હોય એ અચાનક હાથ લાગી જાય કે એના દર્શન થઈ જાય. આમ અચાનક મળી આવેલી વસ્તુ પ્રત્યે મોહ પણ અચાનક જ વધી જાય અને પછી એના ગુણ – અવગુણ કે સારી – માઠી અસરનો વિચાર કર્યા વિના એ વાપરવા માંડે. એના માટે એક અત્યંત ચોટદાર કહેવત છે કે ’અણદીઠાનું દીઠું, માર મૂળાને મીઠું.’
————-
ઈર્શાદ
તમે કહો તો બધાય તનાવ મૂકી દઉં,
તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.
— ભરત વિંઝુડા
————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આટલેક ઝાડવે સીદીભાઈ હિંચકે,
લીલીશી ટોપીમાં ટાંચણિયું લટકે.
અ) દૂધી બ) રીંગણ ક) કારેલા ડ) કાકડી
—————
માઈન્ડ ગેમ
રામનવમીના દિવસે જેની રચનાનો પ્રારંભ થયો અને બે વર્ષ, સાત મહિના અને ૨૬ દિવસ બાદ જેની સમાપ્તિ થઈ એ અમર ગ્રંથ ‘રામચરિતમાનસ’ના રચયિતાનું નામ જણાવી શકશો?
અ) હરિદાસ બ) તુલસીદાસ ક) સૂરદાસ ડ) રામદાસ
————-
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
શિવ ત્રિશૂળ
વિષ્ણુ ચક્ર
ગણપતિ અંકુશ
કાલી મા તલવાર
ભીમ ગદા
—————
ગુજરાત મોરી મોરી રે
ત્રણસેં ને સાઠ
————–
ઓળખાણ પડી?
શાંતનુ
———–
માઈન્ડ ગેમ
વિશ્ર્વકર્મા
————-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દેડકો
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) નિખિલ બંગાળી (૯) અમીષા બંગાળી (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશ્બૂ કાપડિયા (૧૪) મીનળ કાપડિયા (૧૫) લજીતા ખોના (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) હરીશ જી. સુતરીયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) પુષ્પા પટેલ (૨૦) હર્ષા મહેતા (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) રજનીકાંત પટવા (૨૩) સુનીતા પટવા (૨૪) અરવિંદ કામદાર (૨૫) નીતિન જે. બજરીયા (૨૬) મહેશ દોશી (૨૭) અંજુ ટોલિયા (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) ભાવના કર્વે (૩૦) દિલીપ પરીખ (૩૧) વિજય ગરોડિયા (૩૨) મનીષા શેઠ (૩૩) વિણા સંપટ (૩૪) સુરેખા દેસાઈ (૩૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) પ્રવીણ વોરા (૩૭) પુષ્પા ખોના (૩૮) શૈલેશ વોરા (૩૯) તાહેર ઔરંગાબાદવાલા (૪૦) શીરીન ઔરંગાબાદવાલા (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી (૪૨) મહેશ સંઘવી (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિનાબેન દલાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular