‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
વહાણું સંદેહ
વહાર પોથી કે ચોપડી
વહેણ મદદ
વહેમ પરોઢ
વહી પ્રવાહ
————-
ઓળખાણ પડી?
ભારત અને સોવિયેત સંઘ સહયોગના અવકાશી કાર્યક્રમ હેઠળ સ્પેસમાં મુસાફરી કરનાર પ્રથમ ભારતીય અવકાશવીરની ઓળખાણ પડી?
અ) સુનીલ વિલિયમ્સ બ) રાજા શૌરી
ક) રાકેશ શર્મા
ડ) ભરત યાદવ
————–
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત પ્રાર્થના ગીતની પંક્તિ પૂરી કરો.
મંદિર તારું વિશ્ર્વરૂપાળું, સુંદર સરજનહારા રે;
પળ પળ તારા દર્શન થાયે, દેખે ——————–
અ) સહુ લોક રે બ) દેખણહારા રે
ક) સર્વ દેવલોક રે ડ) બાળ તમામ રે
—————-
જાણવા જેવું
આકાશ એટલે આસમાન; ગગન; આભ; વ્યોમ; અભ્ર; અંબર, નભ વગેરે. આકાશનો રંગ આસમાની હોય એમાં પ્રાચીન સમયમાં નવાઈ લાગતી નહિ. ઝાડનો રંગ લીલો, તેમ આકાશનો રંગ નીલો એ સ્વીકૃત હતું. જોકે, ઝાડના પાંદડાનો લીલો રંગ જેટલો વાસ્તવિક છે તેટલો આકાશનો આસમાની રંગ નથી. નીચાણ પરનાં વાદળાંની ઉપર અને નીચેથી પડતાં સૂર્યનાં કિરણોને લીધે નજીકના આકાશના રંગનો ફેરફાર થાય છે.
————–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઘરેણાં ટકાઉ બને એ માટે એમાં કઈ ધાતુ મુખ્યત્વે ઉમેરવામાં આવે છે એ જણાવો
અ) સ્ટીલ , બ) એલ્યુમિનિયમ
ક) કોપર, ડ) મરક્યુરી
—————
નોંધી રાખો
ખાસ નોંધી રાખવા જેવી વાત છે કે પોતાને માટે આનંદ મેળવતા અનેકવાર ખૂબ થાક લાગતો હશે, પણ એ જ આનંદ બીજાને આપીએ કે વહેંચીએ ત્યારે એનો થાક નથી લાગતો.
———–
માઈન્ડ ગેમ
આપેલા વિકલ્પમાંથી કયા વિષય માટે વિશ્ર્વ વિખ્યાત નોબેલ પ્રાઈઝ નથી આપવામાં આવતું એ કહી શકશો?
અ) ફિઝિક્સ, બ) ઇકોનોમિક્સ ક) લિટરેચર ડ) એસ્ટ્રોનોમી
————
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
બાકોરું કાણું
બાખડવ કજિયો
બાણાવળી ધનુર્ધારી
બાતલ રદ
બાદી કબજીયાત
————-
ગુજરાત મોરી મોરી રે
ઊઠ પાણા પગ પર પડ
————-
ઓળખાણ પડી?
એડવિન ઓલ્ડ્રિન
———–
માઈન્ડ ગેમ
૫૪૦
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મનમોહન સિંહ
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) કિશોરકુમાર વેદ (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ભારતી બુચ (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી કટકિયા (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) લજિતા ખોના (૧૨) હરીશ સુતરીયા (૧૩) હર્ષા મહેતા (૧૪) મીનળ કાપડિયા (૧૫) મહેન્દ્ર લોઢાવિયા (૧૬) નિખિલ બંગાળી (૧૭) અમીષી બંગાળી (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) પુષ્પા પટેલ (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) પ્રવીણ વોરા (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) નિતીન બજરિયા (૨૭) મહેશ દોશી (૨૮) રજનીકાંત પટવા (૨૯) ભાવના કર્વે (૩૦) અંજુ ટોલિયા (૩૧) દિલીપ પરીખ (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) હિના દલાલ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) શિલ્પા શ્રોફ (૩૭) મહેશ સંઘવી (૩૮) અરવિંદ કામદાર (૩૯) મિલિંદ નાનસી (૪૦) પુષ્પા ખોના (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ મિસ્ત્રી (૪૩) નયના મિસ્ત્રી