Homeમેટિનીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ [email protected] પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A           B
छडी   છત્રી
छाता ચશ્મા
उसीसा ખાંડણિયો
ऊखल   લાકડી
ऐनक ઓશીકું
————
ઓળખાણ પડી?
શેખર કપૂરની ‘માસૂમ’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે ચમકી પછી ઘણી ફિલ્મોમાં હિરોઈનનો રોલ કરનારી અભિનેત્રીની ઓળખાણ પડી?
અ) નીલમ વર્મા, બ) નીતુ સિંહ, ક) ઉર્મિલા માતોંડકર, ડ) રાની મુખરજી
————-
ગુજરાત મોરી મોરી રે
પન્નાલાલ પટેલની નવલકથા પર આધારિત કયા ચિત્રપટ માટે રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું એ કહી શકશો? ફિલ્મમાં અભિનય કરવા ઉપરાંત દિગ્દર્શન પણ ઉપેન્દ્ર ત્રિવેદીનું હતું.
અ) ઝેર તો પીધાં જાણી જાણી, બ) વનરાજ ચાવડો ક) માનવીની ભવાઈ, ડ) શેતલને કાંઠે
————–
જાણવા જેવું
ફિલ્મમાં કામ કરવા ઝાઝી ઉત્સુકતા ન ધરાવનાર માધુરી દીક્ષિત પાસે માઇક્રોબાયોલોજીની ડિગ્રી છે. જોકે, ‘અબોધ’ (૧૯૮૪)થી તેની ફિલ્મ સફરની શરૂઆત થઈ અને ૧૯૮૮માં આવેલી એન. ચંદ્રાની ’તેજાબ’થી એ ટોચની હિરોઈન બની ગઈ હતી. જાણવા જેવી ખાસ વાત એ છે કે માધુરી એકમાત્ર અભિનેત્રી છે જેને ફિલ્મફેર એવૉર્ડ માટે ૧૪ વખત નોમિનેટ કરવામાં આવી છે. કુલ ચાર વખત ટ્રોફી મેળવવામાં માધુરી સફળ રહી છે.
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ફિલ્મના પડદા પર કિશોરકુમાર હતા અને પ્લેબેક મોહમ્મદ રફીનું હતું એવું કઈ ફિલ્મમાં બન્યું હતું એ કહી શકશો?
અ) ઝુમરુ બ) શરારત ક) પડોસન ડ) સાધુ ઔર શૈતાન
————
નોંધી રાખો
સફળતા મેળવવાની લાંબી સફરમાં તડકો તકલીફ આપે પણ જાગરૂક રાખી ઉપયોગી સુધ્ધાં સાબિત થાય, કારણ કે શીતળ છાંયડામાં નીંદર આવી જવાની સંભાવના હોય છે.
————–
માઈન્ડ ગેમ
કઈ ફિલ્મમાં શાહરુખ ખાન અને ઐશ્ર્વર્યા રાય ભાઈ – બહેનના રોલમાં નજરે પડ્યાં હતાં એ વિકલ્પમાંથી ઓળખી કાઢો.
અ) દેવદાસ બ) મોહબ્બતેં
ક) જોશ ડ) અય દિલ હૈ મુશ્કિલ
————
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A            B
अखबार  વર્તમાનપત્ર
अलमारी  કબાટ
आयना   દર્પણ
कैेंची     કાતર
खिलौना રમકડું
————
ગુજરાત મોરી મોરી રે
અરુણા ઈરાની
————–
ઓળખાણ પડી?
અરવિંદ સ્વામી
————
માઈન્ડ ગેમ
પરખ
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પ્રીતિ સાગર
————-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર વેદ (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) શ્રધ્ધા આશર (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી કટકિયા (૯) ભારતી બુચ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) હર્ષા મહેતા (૧૪) હરીશ સુતરીયા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) લજિતા ખોના (૧૮) મીનળ કાપડિયા (૧૯) મહેન્દ્ર લોઢાવિયા (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) મહેશ સંઘવી (૨૪) પુષ્પા પટેલ (૨૫) વીણા સંપટ (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) મહેશ દોશી (૨૮) રજનીકાંત પટવા (૨૯) ઈનાક્ષી દલાલ (૩૦) રમેશ દલાલ (૩૧) હિના દલાલ (૩૨) જ્યોત્સના ગાંધી (૩૩) ભાવના કર્વે (૩૪) અરવિંદ કામદાર (૩૫) વિજય ગરોડિયા (૩૬) શિલ્પા શ્રોફ (૩૭) સુરેખા દેસાઈ (૩૮) પુષ્પા ખોના (૩૯) દિલીપ પરીખ (૪૦) નીતીન બજરિયા (૪૧) ગિરીશ મિસ્ત્રી (૪૨) પ્રવીણ વોરા (૪૩) અંજુ ટોલિયા (૪૪) શૈલેષ વોરા (૪૫) સ્નેહલ કોથારી (૪૬) સુનીતા પટવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular