‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
खेप રમતિયાળ
खोड સિવાય, વિના
खूण ફેરો
खेरीज ભૂલ, દોષ
खेळकर નિશાની, એંધાણ
————-
ઓળખાણ પડી?
ભારત સહિત દક્ષિણ એશિયામાં ઉગતો આ છોડ અંગ્રેજીમાં ‘ટચ મી નોટ’ તરીકે ઓળખાણ ધરાવે છે. એના પાન કોઈ પણ સ્પર્શને સહન નથી કરી શકતા અને અડવાથી બીડાઈ જાય છે. ગુજરાતી નામ જણાવો.
અ) પારિજાત બ) ગરમાળો
ક) કુંવારપાઠું ડ) લજામણીનો છોડ
————–
ગુજરાત મોરી મોરી રે
મોબાઈલ અને ટીવીનો બાળકના જીવનમાં પ્રવેશ નહોતો થયો ત્યારે ભમરડો રમવાની મજા આવતી. ભમરડાનો વૈકલ્પિક શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) દડિયો બ) લગોરી ક) ચકરી
ડ) ગરિયો
———–
જાણવા જેવું
ઓસ્ટ્રેલિયાના પાડોશી દેશ ન્યૂઝીલેન્ડ અને તેની આસપાસના ટાપુઓમાં નેસ્ટર નામનો પોપટ થાય છે. તે એવો જોરાવર હોય છે કે ઘેટાંઓનો વાંસો ફાડી નાખે છે અને પછી અંદર રહેલો કેટલોક જરૂરી ભાગ ખાઈ જાય છે. ઓસ્ટ્રેલિયા અને તેની આસપાસના ટાપુઓમાં જે પોપટ થાય છે, તેની જીભનાં ટેરવાં ખરબચડાં હોય છે. કાકાકૌઆ નામના પોપટની જીભ સાદી હોય છે અને તેને માથાં ઉપર પીંછાની એક કલગી હોય છે.
—————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલી અત્યંત પ્રચલિત ભૌમિતિક આકૃતિનું નામ શોધી કાઢો.
આજે તો કાળમીંઢ રાત્રિ કોણ કોણ આવશે એ કહેવું અત્યંત મુશ્કેલ છે.
—————
નોંધી રાખો
જીવતરની ઘટમાળ એવી છે કે તમે કરેલી ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
————
માઈન્ડ ગેમ
રાસાયણિક પ્રયોગમાં વપરાતા અને અત્યંત ક્રિયાશીલ ગણાતો સલ્ફ્યુરિક એસિડ ગુજરાતીમાં કયા નામથી જાણીતો છે એ કહી શકશો?
અ) નત્ર વાયુ બ) ગંધકનો તેજાબ ક) ધોવાનો સોડા ડ) ખનિજ આમ્લ
————
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
चाक પૈડું
चविष्ट સ્વાદિષ્ટ
चर्मकर મોચી
चषक કપ, ટ્રોફી
चाणाक्ष ચતુર
—————-
ગુજરાત મોરી મોરી રે
સંશમની
———–
ઓળખાણ પડી?
પુરુષોત્તમ ઉપાધ્યાય
————
માઈન્ડ ગેમ
ક્લોરોફોર્મ
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જનક
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) કિશોરકુમાર વેદ (૩) કલ્પના આશર (૪) સુભાષ મોમાયા (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) હર્ષા મહેતા (૮) ભારતી બુચ (૮) ભારતી બુચ (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીષી બંગાળી (૧૪) મીનળ કાપડિયા (૧૫) મહેન્દ્ર લોઢાવિયા (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) હરીશ સુતરીયા (૧૯) જ્યોતિ ખાંડવાલા (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) ખુશરૂ કાપડિયા (૨૩) વિણા સંપટ (૨૪) દેવેન્દ્ર સંપટ (૨૫) પુષ્પા પટેલ (૨૬) ભાવના કર્વે (૨૭) મહેશ દોશી (૨૮) મહેશ સંઘવી (૨૯) રજનીકાંત પટવા (૩૦) શૈલેષ વોરા (૩૧) પ્રવીણ વોરા (૩૨) અંજુ ટોલિયા (૩૩) પુષ્પા ખોના (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) દિલીપ પરીખ (૩૬) નીતિન બજરિયા (૩૭) સુરેખા દેસાઈ (૩૮) વિજય ગરોડિયા (૩૯) વર્ષા નાનસી (૪૦) સુનીતા પટવા