‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————–
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
BIN કઠોળ
BEEN કચરાની ટોપલી
BEAN અસ્તિત્વ હતું
BAN પડતીનું કારણ
BANE પ્રતિબંધ
—————
ઓળખાણ પડી?
૧૯૭૦ અંતે ૮૦ના દાયકામાં ફાસ્ટ બોલર તરીકે તરખાટ મચાવનારા આ પાકિસ્તાની ફાસ્ટ બોલરની ઓળખાણ પડી? રિવર્સ સ્વિંગના જનક તરીકે એને યાદ કરવામાં આવે છે.
અ) સિકંદર બખ્ત
બ) સલીમ અલ્તાફ
ક) સરફરાઝ નવાઝ
ડ) વકાર યુનુસ
————–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આસો માસો ખુશાલદાસ, સૌરભ બધી સૂંઘી લેતો,
સ્ત્રી – પુરુષના ખિસ્સા માંહે, જ્યાં જુઓ ત્યાં ફરતો.
અ) કાગળ બ) પાકીટ ક) રૂમાલ ડ) ભમરો
————–
માતૃભાષાની મહેક
હાઈકુ અથવા સત્તરાક્ષરી એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિ ટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. અંગ્રેજી તેમજ ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એના પ્રયોગો થયા છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુને પ્રતિષ્ઠિત કરવામાં ઝીણાભાઈ દેસાઈ – સ્નેહરશ્મિનો અગ્રણી ફાળો છે.
—————
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી ભાષાના મશહૂર લોકગીતની પંક્તિમાં ખૂટતા શબ્દો ઉમેરો.
તમે મારું નગદ ———– છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યા ત્યારે અમર થઈને રો, તમે મારા દેવના દીધેલ છો.
અ) ઘરેણું બ) કલમ ક) સંપત્તિ ડ) નાણું
————
ઈર્શાદ
બધું જાણ્યા પછી પણ તું મને સમજાવવા આવે?
ગજબ છે નહીં કે ઉત્તર ખુદ સવાલ પૂછવા આવે?
– જિગર ફરાદીવાલા
—————
માઈન્ડ ગેમ
વાર્ષિક ૮.૫ ટકાના વ્યાજે લીધેલા અઢી કરોડ રૂપિયાના રોકાણમાં ત્રણ વર્ષ પછી ત્રણ કરોડ ૨૯ લાખ ૫૦ હજાર રૂપિયા મળ્યા તો એકંદરે કેટલો ફાયદો થયો?
અ) ૯, ૯૮,૫૦૦ રૂપિયા બ) ૧૨,૪૯,૫૦૦ રૂપિયા ક) ૧૫,૭૫,૦૦૦ રૂપિયા ડ) ૧૬,૩૨,૦૦૦ રૂપિયા
—————
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
SPIN ગોળ ગોળ ફરવું
SPINE કરોડ, મણકાની માળા
SPLEEN બરોળ
SPIDER કરોળિયો
SPIRAL વળાંક આકારનું
————-
ગુજરાત મોરી મોરી રે
માટીમાંથી
————-
ઓળખાણ પડી?
મોહિન્દર અમરનાથ
———-
માઈન્ડ ગેમ
૨૦,૨૫,૦૦૦ રૂપિયા
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કાતર
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) કલ્પના આશર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) કિશોરકુમાર વેદ (૬) શ્રદ્ધા આશર (૭) હર્ષા મહેતા (૮) ડૉ. પ્રકાશ કટકિયા (૯) ભારતી કટકિયા (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીષી બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) ભારતી બુચ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) ખુશરૂ કાપડિયા (૧૭) મહેશ સંઘવી (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) તાહેર ઔરંગાબાદવાલા (૨૧) મીનળ કાપડિયા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) નિતીન બજરિયા (૨૪) હરીશ સુતરીયા (૨૫) સુરેખા દેસાઈ (૨૬) મહેન્દ્ર લોઢાવિયા (૨૭) પુષ્પા પટેલ (૨૮) મહેશ દોશી (૨૯) સુનીતા પટવા (૩૦) રજનીકાંત પટવા (૩૧) વીણા સંપટ (૩૨) હેમા ભટ્ટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) પ્રવીણ વોરા (૩૫) ભાવના કર્વે (૩૬) અંજુ ટોલિયા (૩૭) શિલ્પા શ્રોફ (૩૮) દિલીપ પરીખ (૩૯) વિજય ગરોડિયા (૪૦) પુષ્પા ખોના (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) ખુશરૂ કાપડિયા (૪૬) ગિરીશ મિસ્ત્રી (૪૭) ઝવેરી ગંગર (૪૮) નયના મિસ્ત્રી (૪૯) અરવિંદ કામદાર (૫૦) મિલિંદ નાનસી (૫૧) સ્નેહલ કોથારી