‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funwo[email protected] પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
બાકો ધનુર્ધારી
બાખડવ રદ
બાણાવળી કબજીયાત
બાતલ કાણું
બાદી કજિયો
———-
ઓળખાણ પડી?
ચંદ્ર પર પગ મુકનાર બીજા અવકાશયાત્રીની ઓળખાણ પડી? તાજેતરમાં ૯૩ વર્ષની ઉંમરે તેમણે ચોથા લગ્ન કર્યા.
અ) યુરી ગાગારિન બ) એડવિન ઓલ્ડ્રિન ક) એલન શેફર્ડ
ડ) નીલ આર્મસ્ટ્રોંગ
———–
ગુજરાત મોરી મોરી રે
ઘણા લોકોને મુશ્કેલીને આમંત્રણ આપવાની આદત હોય છે. જાણી જોઈને દુ:ખ વહોરવું એ ભાવાર્થ કયા વિકલ્પમાં સ્પષ્ટ થાય છે એ જણાવો
અ) કૂવામાં હોય તો હવાડામાં આવે બ) ઉતાવળે આંબા ન પાકે ક) ઊઠ પાણા પગ પર પડ ડ) અધૂરો ઘડો છલકાય ઘણો
————-
જાણવા જેવું
કઠોળમાં પ્રોટીન ઉપરાંત કેલ્શિયમ સારા પ્રમાણમાં છે. આપણે કેલ્શિયમ માટે દૂધનો ઉપયોગ કરીએ છીએ. દૂધ કરતાં કઠોળમાં અડધા પ્રમાણમાં કેલ્શિયમ છે. તે જ રીતે તેમાં ફોસ્ફરસ અને લોહ તત્વ પણ છે. કઠોળમાં ગંધકનું પ્રમાણ સારું હોવાથી જે ગેસ ઉત્પન્ન થાય છે, તેથી દુર્ગંધ આવે છે. કઠોળને ખૂબ સારી રીતે પકવવાં જોઈએ, તો જ તે સહેલાઈથી પચી શકે છે. દાળ કે કઠોળને જેમ વધુ ઉકાળો તેમ વધુ સુપાચ્ય બને છે.
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અર્થશાસ્ત્રની નિપુણતાને પગલે આરબીઆઈના ગવર્નર બન્યા પછી ભારતના વડા પ્રધાન બન્યા હતા એ મહાનુભાવનું નામ કહી શકશો?
અ) ચંદ્રશેખર
બ) વી. પી. સિંહ
ક) નરસિમ્હા રાવ
ડ) મનમોહન સિંહ
———–
નોંધી રાખો
તમે જ્યારે પણ એકલા હો ત્યારે વિચારો પર નિયંત્રણ રાખતા શીખો અને જ્યારે સૌની સાથે હો ત્યારે જીભ પર નિયંત્રણ રાખતા શીખી લો.
————–
માઈન્ડ ગેમ
એક ત્રિકોણના ત્રણ અને એક ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો કુલ સરવાળો કેટલો થાય એ ભૂમિતિના જ્ઞાનને આધારે કહી શકશો?
અ) ૨૯૦ બ) ૩૬૦ ક) ૪૯૦ ડ) ૫૪૦
———–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
જ્યોતિ તેજ, પ્રકાશ
જ્યોત્સના ચાંદની
જ્વર તાવ
જ્વલન બળવું
જ્વાળા અગ્નિશિખા
———–
ગુજરાત મોરી મોરી રે
સ્વાર્થ સધાતા સંબંધ તોડવો
————
ઓળખાણ પડી?
પ્રસન્ના
———-
માઈન્ડ ગેમ
પરિમિતિ
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મોરારજી દેસાઈ
————-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર વેદ (૩) નિતીન બજરિયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) હર્ષા મહેતા (૭) ખુશરૂ કાપડિયા (૮) ભારતી બુચ (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) ડૉ. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી કટકિયા (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીષી બંગાળી (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) હરીશ સુતરીયા (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા (૨૦) મહેશ દોશી (૨૧) શ્રદ્ધા આશર (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) ભાવના કર્વે (૨૪) મીનળ કાપડિયા (૨૫) સ્નેહાબેન કોઠારી (૨૬) રજનીકાંત પટવા (૨૭) રાજુલ પટેલ (૨૮) વિણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) પુષ્પા ખોના (૩૧) અંજુ ટોલિયા (૩૨) મનીષા શેઠ (૩૩) ફાલ્ગુની શેઠ (૩૪) પ્રવીણ વોરા (૩૫) રમેશ દલાલ (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) હિના દલાલ (૩૯) દિલી પરીખ (૪૦) રશીક જુથાણી (ટોરંટો – કેનેડા) (૪૧) વિજય ગરોડિયા (૪૨) અરવિંદ કામદાર (૪૩) વર્ષા નાનસી (૪૪) મહેશ સંઘવી (૪૫) સુરેખા દેસાઈ (૪૬) પુષ્પા ખોના (૪૭) શરદ દોશી (૪૮) શિલ્પા શ્રોફ