Homeમેટિનીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…

હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A                B
अखबार   દર્પણ
अलमारी  રમકડું
आयना   કાતર
कैेंची     વર્તમાનપત્ર
खिलौना કબાટ
————
ઓળખાણ પડી?
મણિરત્નમની હિન્દીમાં ડબ થયેલી સાઉથની ફિલ્મ ’રોજા’થી હિન્દી ફિલ્મ જોતા દર્શકોમાં જાણીતા બનેલા અભિનેતાની ઓળખાણ પડી?
અ) નાગાર્જુન બ) અરવિંદ સ્વામી ક) વેંકટેશ ડ) મામૂટી
————–
ગુજરાત મોરી મોરી રે
અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય ઉપરાંત ‘પાનેતર’, ‘ગુજરાતણ’, ‘વિધિના લેખ’, ‘સંતુ રંગીલી’, ‘મારી હેલ ઉતારો રાજ’, ‘રંગીલી ગુજરાતણ’ વગેરે ગુજરાતી ફિલ્મો પણ કરી. નામ જણાવો.
અ) સ્નેહલતા બ) રોમા માણેક
ક) દીપિકા ચિખલિયા ડ) અરુણા ઈરાની
—————
જાણવા જેવું
ફિલ્મમેકિંગના સાહસમાં સફળતા પામનાર પ્રથમ ગુજરાતી હતા ચંદુલાલ શાહ. ૧૯૨૫માં મિસ ગોહરને લઈને હોમી માસ્ટરની અધૂરી ફિલ્મ ગુણસુંદરી’ એમણે બનાવી, જે સામાજિક ફિલ્મોના ઉદયમાં નોંધપાત્ર ગણાય છે. એમની બીજી ફિલ્મ ટાઇપિસ્ટ ગર્લ’ પણ બહુ વખણાઈ હતી. એ દિવસોમાં મૂંગી ફિલ્મોનું ઍક્શન સમજાવવા અંગ્રેજી ભાષામાં શીર્ષકો મુકાતાં; થિયેટરોમાં બ્લોક બુકિંગ’ પણ થતું. ફિલ્મ બતાવવા દેશમાં ૨૬૫ જેટલા પાકાં સિનેમાઘરો બંધાયા હતાં.
————-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
‘જુલી’ ફિલ્મનું અત્યંત લોકપ્રિય થયેલું અંગ્રેજી ગીત ‘માય હાર્ટ ઈઝ બીટિંગ, કીપ્સ ઓન રીપિટિંગ’ કઈ ગાયિકાએ ગાયું છે?
અ) આશા ભોસલે બ) કમલ બારોટ ક) ઉષા ઉથુપ ડ) પ્રીતિ સાગર
———–
નોંધી રાખો
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, જ્યારે નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે.
——–
માઈન્ડ ગેમ
સલિલ ચૌધરીએ સ્વરબદ્ધ કરેલું અને લતાદીદીને અત્યંત પ્રિય વર્ષાગીત ‘ઓ સજના, બરખા બહાર આયી’ કઈ ફિલ્મનું છે?
અ) બંદિની બ) પરખ
ક) અનાડી ડ) મેરા સાયા
———
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A             B
किताब  પુસ્તક
खिताब   ઇલકાબ
कंकाल    હાડપિંજર
कंगाल  ગરીબ
कलाई     કાંડું
————
ગુજરાત મોરી મોરી રે
વિક્રમ રાઠોડ
———–
ઓળખાણ પડી?
કૃષ્ણકાંત ઉર્ફે કે. કે.
———-
માઈન્ડ ગેમ
ભક્ત વિદુર
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મિનરવા
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર વેદ (૩) નિતીન બજરિયા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) હર્ષા મહેતા (૭) ખુશરૂ કાપડિયા (૮) ભારતી બુચ (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) ડૉ. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી કટકિયા (૧૪) નિખિલ બંગાલી (૧૫) અમીષી બંગાળી (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) હરીશ સુતરીયા (૧૮) તાહેર ઔરંગાબાદવાલા (૧૯) શીરીન ઔરંગાબાદવાલા (૨૦) મહેશ દોશી (૨૧) શ્રદ્ધા આશર (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) ભાવના કર્વે (૨૪) મીનળ કાપડિયા (૨૫) સ્નેહા કોથારી (૨૬) રજનીકાંત પટવા (૨૭) રાજુલ પટવા (૨૮) વિણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) પુષ્પા ખોના (૩૧) અંજુ ટોલિયા (૩૨) મનીષા શેઠ (૩૩) ફાલ્ગુની શેઠ (૩૪) પ્રવીણ વોરા (૩૫) રમેશ દલાલ (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) હિના દલાલ (૩૯) દિલીપ પરીખ (૪૦) રશીક જુથાણી (ટોરંટો – કેનેડા) (૪૧) વિજય ગરોડિયા (૪૨) અરવિંદ કામદાર (૪૩) વર્ષા નાની (૪૪) મહેશ સંઘવી (૪૫) સુરેખા દેસાઈ (૪૬) પુષ્પા ખોના (૪૭) શિલ્પા શ્રોફ (૪૮) સુનીતા પટવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular