‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
—————-
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
चाक કપ, ટ્રોફી
चविष्ट ચતુર
चर्मकर પૈડું
चषक સ્વાદિષ્ટ
चाणाक्ष મોચી
————
ઓળખાણ પડી?
ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક અને કુશળ સંગીતકારની ઓળખાણ પડી? લતા મંગેશકર અને આશા ભોસલે સહિત અનેક ટોચના ગાયકો પાસે તેમણે ગુજરાતી ગીત ગવડાવ્યાં છે.
અ) અવિનાશ વ્યાસ
બ) પુરુષોત્તમ ઉપાધ્યાય
ક) આશિત દેસાઈ
ડ) પંકજ ઉધાસ
————–
ગુજરાત મોરી મોરી રે
આપણા દરેક પ્રકારના ભોજનમાં ખારા મીઠાની હાજરી અચૂક હોય છે અને એ સ્વાદમાં ઉમેરો કરે છે. આપેલા વિકલ્પમાંથી કયો શબ્દ મીઠાનો વિકલ્પ નથી એ જણાવો.
અ) લવણ બ) સિંધવ ક) સબરસ
ડ) સંશમની
————
જાણવા જેવું
અડદ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓને સુદૃઢ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગધ ચીકણા, પચ્યા પછી મધુર, આહાર પર રુચિ ઉત્પન્ન કરનાર અને વાયુનો નાશ કરનાર છે. અડદનો ઉપયોગ શિયાળામાં ગુણકારી ગણાય છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદિયા પાક ખવાય છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્ર વૃદ્ધિ થાય છે.
————
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું રામાયણના અમર પાત્ર સીતાજીના પિતાનું નામ શોધી કાઢો.
તમે ધ્યાનથી સાંભળ્યું? મને તો અવાજ નકલી લાગ્યો.
————-
નોંધી રાખો
પ્રેમ ધોધમાર વરસી ગયેલા વરસાદ પછીના ઉઘાડ જેવો હોય છે, ઉજ્જવળ, મેઘધનુષી અને ભીની માટીની મહેક જેવો. એક એવી મહેક જે તમને તાજગી અને ઠંડક આપ્યા કરે.
———-
માઈન્ડ ગેમ
વીસમી સદીના મધ્યભાગ સુધી તબીબી સારવાર પીડારહિત બનાવવા કયો પદાર્થ વાપરવામાં આવતો હતો એ કહી શકશો?
અ) ક્લોરોફિલ બ) ક્રોમોસમ ક) ક્લોરોફોર્મ ડ) ક્લોરાઈડ
———-
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
घाई ઉતાવળ
घाऊक જથ્થાબંધ
घाटा નુકસાન
घाण કચરો, ગંદકી
घाबरट ડરપોક
———–
ગુજરાત મોરી મોરી રે
ભદ્રંભદ્ર
———–
ઓળખાણ પડી?
ધીરુબહેન પટેલ
———-
માઈન્ડ ગેમ
૨૧૨
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
શેરડી
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) તાહેર ઔરંગાબાદવાલા (૩) શીરીન ઔરંગાબાદવાલા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) હર્ષા મહેતા (૭) ખુશરૂ કાપડિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) લજિતા ખોના (૧૨) ડૉ. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી કટકિયા (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) હરીશ સુતરીયા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) મહેશ સંઘવી (૨૦) મુલરાજ કપૂર (૨૧) મીનળ કાપડિયા (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) સુરેખા દેસાઈ (૨૪) મહેશ દોશી (૨૫) ભાવના કર્વે (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) વીણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) અંજુ ટોલિયા (૩૧) હરીશ ભટ્ટ (૩૨) નિતીન બજરિયા (૩૩) ભારતી બુચ (૩૪) દિલીપ પરીખ (૩૫) વિજય ગરોડિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) કિશોરકુમાર વેદ (૩૮) ગિરીશ મિસ્ત્રી (૩૯) નયના મિસ્ત્રી (૪૦) પ્રવીણ વોરા (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) હિના દલાલ (૪૫) અરવિંદ કામદાર (૪૬) જયવંત ચિખલ