Homeઈન્ટરવલફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A            B
SPIN     બરોળ
SPINE   ગોળ ગોળ ફરવું
SPLEEN  વળાંક આકારનું
SPIDER  કરોડ, મણકાની માળા
SPIRAL   કરોળિયો
————-
ઓળખાણ પડી?
૧૯૮૩ના ભારતીય ક્રિકેટ ટીમના ભવ્ય વર્લ્ડ કપ વિજયની સેમી ફાઈનલ અને ફાઈનલમાં મેન ઓફ ધ મેચનો અવોર્ડ મેળવનાર ક્રિકેટરની ઓળખાણ પડી?
અ) રોજર બિન્ની
બ) મોહિન્દર અમરનાથ
ક) મદનલાલ
ડ) બલવિન્દર સંધુ
————
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
છે એને બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં.
અ) કરવત બ) હથોડી ક) તલવાર ડ) કાતર
————
માતૃભાષાની મહેક
સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમાહાર. સંગીત વિદ્યા અને સંગીત કળા, એમ સંગીતના બે ભાગ છે. જે સંગીતની હર કોઈ ચીજ રાગ, સ્વર, તાલ, લય અને ગ્રામને અનુસરી બનાવી ગાવા બજાવવા જેવી કરી આપવી, તેનું નામ સંગીત વિદ્યા કહેવાય છે અને સંગીતની હર કોઈ ચીજ કવિતાદિ રચનાના નિયમો પ્રમાણે બનાવી આપી હોય તો તે પ્રમાણે ગાઈ, બજાવી કે નાચી જણાવવું તેનુ નામ સંગીત કળા કહેવાય છે.
—————-
ગુજરાત મોરી મોરી રે
અવિનાશ વ્યાસ રચિત ગુજરાતી ભાષાની અમર રચનાની પંક્તિમાં ખૂટતા શબ્દો ઉમેરો.
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યુલોકની ———- માનવ કહીને ભાખ્યાં રે,
રાખનાં રમકડાં, રમકડાં
અ) માટીમાંથી બ) લૌકિકતામાંથી
ક) ઉદાસીનતામાંથી ડ) રચનામાંથી
————
ઈર્શાદ
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!
-ખલીલ ધનતેજવી
————
માઈન્ડ ગેમ
૧૮ લાખના સોદામાં ૧૫ ટકા નફો મેળવ્યા પછી ૪૫,૦૦૦ રૂપિયા ટેક્સ ભર્યા બાદ હાથમાં કુલ કેટલી રકમ આવે એ ગણતરી કરીને કહી શકશો?
અ) ૧૯,૮૮,૯૦૦ રૂપિયા બ) ૨૦,૦૯,૦૦૦ રૂપિયા ક) ૨૦,૨૫,૦૦૦ રૂપિયા ડ) ૨૦,૩૨,૦૦૦ રૂપિયા
————
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A                B
PLY       આવજા કરવી
PLAY    રમવું
PLOY    ચાલ, દાવ
PLEA   પ્રતિવાદીની દલીલ
PEEL    છાલ કાઢવી
————-
ગુજરાત મોરી મોરી રે
ભોળો
————
ઓળખાણ પડી?
સલીમ દુરાની
———-
માઈન્ડ ગેમ
૧,૯૩,૮૧૫ રૂપિયા
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઘોડિયું
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) તાહેર ઔરંગાબાદવાલા (૩) શીરીન ઔરંગાબાદવાલા (૪) કલ્પના આશર (૫) નીતા દેસાઈ (૬) હર્ષા મહેતા (૭) ખુશરૂ કાપડિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) નિખિલ બંગાળી (૧૦) અમીષી બંગાળી (૧૧) લજિતા ખોના (૧૨) ડૉ. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી કટકિયા (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) હરીશ સુતરીયા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) મહેશ સંઘવી (૨૦) મૂલરાજ કપૂર (૨૧) મીનળ કાપડિયા (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) સુરેખા દેસાઈ (૨૪) મહેશ દોશી (૨૫) ભાવના કર્વે (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) વીણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) અંજુ ટોલિયા (૩૧) હરીશ ભટ્ટ (૩૨) નિતિન બજરિયા (૩૩) ભારતી બુચ (૩૪) દિલીપ પરીખ (૩૫) વિજય ગરોડિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) કિશોરકુમાર વેદ (૩૮) ગિરીશ મિસ્ત્રી (૩૯) નયના મિસ્ત્રી (૪૦) પ્રવીણ વોરા (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) હિનાબેન દલાલ (૪૫) અરવિંદ કામદાર (૪૬) જયવંત ચિખલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular