Homeટોપ ન્યૂઝફન વર્લ્ડ

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
આયુર્વેદમાં ઉપયોગી માનવામાં આવતા આ ફળની ઓળખાણ પડી? સાબુ તરીકે ઉપયોગી છે અને મુલાયમપણાની જાળવણી કરતો હોવાથી વાળ ધોવામાં વપરાય છે.
અ) અરણી બ) અંજીર ક) આસોતરી ડ) અરીઠાં
—-
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
જીવશાસ્ત્ર ASTROLOGY
વનસ્પતિશાસ્ત્ર ASTRONOMY
ખગોળશાસ્ત્ર PHYSICS
જ્યોતિષશાસ્ત્ર BOTANY
ભૌતિકશાસ્ત્ર ZOOLOGY

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે,
વાગે છે પણ કાંટા નહીં, એના ઈશારે તો દુનિયા ચાલે.
અ) રેડિયો બ) સંચો ક) નારિયેળ ડ) ઘડિયાળ

ગુજરાત મોરી મોરી રે
આપણા દેશમાં અનેક રજવાડાં હતાં ત્યારે ત્યાંના ગવર્નર કે અમલદાર કયા નામથી ઓળખાતા હતા એ આપેલા વિકલ્પમાંથી કહી શકશો?
અ) મામલતદાર બ) તલાટી ક) હકીમ ડ) હાકેમ

માતૃભાષાની મહેક
બારસાખ એટલે ઘરના બારણાનો કરા કે ભીંત સાથે ચણેલો ઉમરા સાથેનો લાકડાનો ઘડેલો ઘાટ; બારણાનું ચોકઠું. ગૃહવિધાનમાં જણાવ્યું છે કે જુનવાણી મકાનોમાં લાકડાના ચાપડાનો સ્થાપત્યના ઉપાંગ તરીકે સુંદર ઉપયોગ થયો છે. તેને અનુરૂપ આઠ કે બારશાખાળા લાકડાનું બારસાખ અત્યારે તો સ્વપ્નવત ગણાય. હજુ પ્રવેશદ્વાર જૂની પદ્ધતિ પ્રમાણે થાય છે, પરંતુ ત્યાં આઠ લાકડાંથી વધારે વાપરવાનો પ્રચાર નથી. હાલમાં ત્રણ લાકડાંનું જ બારસાખ બને છે.

ઈર્શાદ
બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ,
નામ – સરનામાં વગરના કાગળોની જેમ છે.
– ચિનુ મોદી

માઈન્ડ ગેમ
આર્યોનું વૈદ્યક શાસ્ત્ર તરીકે પણ ઓળખ ધરાવનાર આયુર્વેદની વિદ્યા ઈન્દ્રએ કોની પાસે સમજી, એનું જ્ઞાન મેળવી ધન્વંતરિને શીખવી એ આપેલા વિકલ્પમાંથી જણાવો.
અ) સુશ્રુત બ) અશ્ર્વિનીકુમાર ક) ગંધર્વ ડ) સિરપાણી

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ભૂસ્તરશાસ્ત્ર GEOLOGY
શરીરરચના ANATOMY
માનવશાસ્ત્ર ANTHROPOLOGY
હવામાનશાસ્ત્ર METEOROLOGY
પર્યાવરણશાસ્ત્ર ECOLOGY

ગુજરાત મોરી મોરી રે
ધૂમકેતુ

ઓળખાણ પડી?
જાયફળ

માઈન્ડ ગેમ
ખસખસ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સાવરણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular