‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
—————
ભાષા વૈભવ…
પંચ સરોવર અને એના સ્થળની જોડી જમાવો
A B
બિંદુ સરોવર મૈસુર પાસે
નારાયણ સરોવર હિમાલયમાં કૈલાસ રસ્તે
પંપા સરોવર કચ્છ
પુષ્કર સરોવર સિદ્ધપુર
માન સરોવર અજમેર પાસે
————
ઓળખાણ પડી?
સીતાજી પર હુમલો કરનાર રાવણની બહેનની ઓળખાણ પડી? લક્ષ્મણે એ હુમલો નિષ્ફળ બનાવી તેનું નાક અને ડાબી બાજુનો કાન કાપી લીધો હતો.
અ) અંબાલિકા બ) કૈકેયી ક) મંદોદરી ડ) શૂર્પણખા
————-
ગુજરાત મોરી મોરી રે
ભગવદ ગીતાના આ અત્યંત લોકપ્રિય શ્ર્લોકમાં ખૂટતા શબ્દ જણાવો.
મૂકં કરોતિ વાચાલં, પંગું લંઘયતે ———-
યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ.
અ) શિખર બ) ગિરિમ્
ક) પશ્યામિ ડ) ઉચ્યતે
————-
માતૃભાષાની મહેક
બહુ મીંઢા લોકો માટે ‘પાતાળ પાણી ચાલે, પણ મોરી કોરી ને કોરી’ કહેવત વપરાતી હોય છે. આપણી આસપાસ એવા લોકો હોય છે કે જેમના મનમાં અનેક વાત રમતી હોય, પણ સામી વ્યક્તિને એનો અણસાર પણ ન આવવા દે. પાતાળમાં પાણી ઊછળતા હોય, પણ મોરી એટલે કે
ખાળ એવી કોરી ધાકોર હોય કે પાતાળના ઉછાળાનો ખ્યાલ સુધ્ધાં ન આવે. પેટમાં વાત કે વિચાર ઉછાળા મારતી હોય પણ મોઢું એવું સીવી લીધું હોય કે હરફ પણ ન નીકળે.
————-
ઈર્શાદ
દિવસો તો ખેર કોઈના સારા નથી રહ્યા,
દુ:ખ એ જ છે કે આપ અમારાં નથી રહ્યાં.
– બરકત વિરાણી
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આમ જાઉં તેમ જાઉં, જ્યાં જુઓ ત્યાં તો સાથે જાઉં,
નાનો થાઉં મોટો થાઉં, ઊંઘી જાઓ તો સંતાઈ જાઉં.
અ) ગુલાંટ બ) પડછાયો ક) પતંગ ડ) કૂદકો
————
માઈન્ડ ગેમ
હસ્તિનાપુરની ગાદી માટે કૌરવો અને પાંડવો વચ્ચે ૧૮ દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. આ યુદ્ધ કુરૂક્ષેત્રના મેદાનમાં ખેલાયું હતું. હાલ આ યુદ્ધનું સ્થળ કયા રાજ્યમાં છે?
અ) ઉત્તર પ્રદેશ બ) હરિયાણા
ક) બિહાર ડ) પંજાબ
————
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ઇન્દ્રજીત રાવણનો પુત્ર
ઇન્દ્રભાનુ રામની સેનાનો વાનર
શચિ ઈન્દ્રની પત્ની
ઉલૂપી અર્જુનને વરેલી નાગક્ધયા
ઉર્વશી અપ્સરા
———–
ગુજરાત મોરી મોરી રે
તુલસીના વન
———–
ઓળખાણ પડી?
હિરણ્યકશિપુ
———
માઈન્ડ ગેમ
દુ:શલા
———–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આંકડો
————
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) સુરેખા દેસાઈ (૪) નીતા દેસાઈ (૫) કલ્પના આશર (૬) લજીતા ખોના (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) મિસિસ. ભારતી આશર (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) ભારતી બુચ (૧૪) હર્ષા મહેતા (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મનીળ કાપડિયા (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) તાહેર ઔરંગાબાદાવાલા (૨૦) રજનીકાંત પટવા (૨૧) મહેશ સંઘવી (૨૨) ખુશ્રુ કાપડિયા (૨૩) મહેશ દોશી (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) સુનીતા પટવા (૨૬) પુષ્પા પટેલ (૨૭)ભાવના કર્વે (૨૮) વિજય ગરોડિયા (૨૯) અંજુ ટોલિયા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) વીણા સંપટ (૩૨) દિલીપ પરીખ (૩૩) અરવિંદ કામદાર (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) નીતિન જે. બજરીયા (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) રમેશ દલાલ (૩૯) હિનાબેન દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) નયના ગિરિશ મિસ્ત્રી (૪૨) કિશોરકુમાર જીવણલાલ વેદ (૪૩) જયવંત પદમશી ચિખલ