ઓળખાણ પડી?
આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવતા આ ફળની ઓળખાણ પડી? રોગપ્રતિકારકશક્તિને મજબૂત બનાવે છે અને બાળકો માટે એના ઔષધીય ફાયદા છે.
અ) જેઠીમધ બ) તજ ક) જાયફળ ડ) બેડાં
—
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ભૂસ્તરશાસ્ત્ર METEOROLOGY
શરીરરચના ECOLOGY
માનવશાસ્ત્ર GEOLOGY
હવામાનશાસ્ત્ર ANATOMY
પર્યાવરણશાસ્ત્ર ANTHROPOLOGY
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
માથું એકદમ બાંધેલું, પણ વાળ તો સાવ છૂટ્ટા,
કામ તો એવા કરે કે રોજ ઊઠીને ધૂળમાં ચોંટ્યા.
અ) કોબી બ) મેથી ક) સાવરણી ડ) રજકણ
—
માતૃભાષાની મહેક
અદકપાંસળિયું શબ્દ વ્યવહારમાં ઓછો પ્રચલિત છે, એનો અર્થ જાણવા જેવો છે. આ શબ્દ અદક (અધિક) અને પાંસળિયું (પાંસળીવાળું)ને મિશ્રણથી તૈયાર થયો છે. એટલે એકાદ અનિષ્ટ અંશ વધારે હોય એવું એનો શબ્દાર્થ છે. વ્યવહારમાં આ શબ્દ દોઢડાહ્યા કે પછી વાયડા લોકો માટે વાપરવામાં આવે છે. અમુક લોકોને એકાદ પાંસળી વધારે હોય છે એવી જૂની માન્યતા હતી. અદક મહિનો એટલે વધારાનો મહિનો – પુરુષોત્તમ માસ.
—
ગુજરાત મોરી મોરી રે
અનેક ગદ્યરૂપ ખેડનાર પણ ‘પોસ્ટ ઓફિસ’ નામની ટૂંકી વાર્તાથી વધુ લોકપ્રિયતા મેળવનાર ગૌરીશંકર ગો. જોશીનું ઉપનામ કહી શકશો?
અ) સ્નેહરશ્મિ બ) કલાપી ક) ધૂમકેતુ ડ) પુનર્વસુ
—
ઈર્શાદ
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
— રાજેન્દ્ર શાહ
—
માઈન્ડ ગેમ
જન્માષ્ટમીના પારણાને દિવસે સવારમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા પંચાજીરીમાં સૂંઠ, અજમો, કોપરું અને સુવા એ ચાર પદાર્થ ઉપરાંત પાંચમો પદાર્થ કયો હોય છે એનું નામ જણાવો.
અ) ગુંદર બ) તલ
ક) ખસખસ ડ) વેલ
—
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
દિલ HEART
ડિલ BODY
દિવાકર SUN
દીવાના CRAZY, MAD
દિલેરી BRAVERY
—
ગુજરાત મોરી મોરી રે
રામનારાયણ પાઠક
—
ઓળખાણ પડી?
કચરિયું
—
માઈન્ડ ગેમ
ધન્વંતરિ
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રાવણ