‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————-
ભાષા વૈભવ…
પૌરાણિક પાત્રોની જોડી જમાવો
A B
ઇન્દ્રજીત અપ્સરા
ઇન્દ્રભાનુ અર્જુનને વરેલી નાગક્ધયા
શચિ રાવણનો પુત્ર
ઉલૂપી ઈન્દ્રની પત્ની
ઉર્વશી રામની સેનાનો વાનર
————
ઓળખાણ પડી?
‘હું ઘરની અંદર તેમ જ બહાર ન મરું, દિવસે કે રાત્રે ન મરું નર અગર પશુ, શસ્ત્ર અગર અસ્ત્ર, તેમ જ સજીવ કે નિર્જીવ પદાર્થથી મારું મોત ન થાય’ એવું વરદાન મેળવનાર પ્રહલાદના પિતાને ઓળખ્યા?
અ) કિલાયન બ) હિરણ્યકશિપુ ક) પ્રભાકર ડ) જટાયુ
———–
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય ભજનમાં ખૂટતા શબ્દ જણાવો.
મારા ઘટમાં બિરાજતા, શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી,
મારું મનડું છે ગોકુળ વનરાવન,
મારા તનના આંગણિયામાં ————
અ) પક્ષીનો કલરવ બ) સૂર્યનો ઉજાસ
ક) ચમેલીના ફૂલ ડ) તુલસીના વન
————
માતૃભાષાની મહેક
ઇક્ષ્વાકુ સૂર્યવંશના પહેલા રાજા તરીકે ખ્યાતનામ છે. સૂર્યપુત્ર વૈવસ્વત મનુના દસ દીકરામાંનો મોટો દીકરો. તેને ભરતભૂમિનું રાજ્ય સોંપાતા તેણે અયોધ્યામાં સૂર્યવંશની પ્રથમ ગાદી સ્થાપી. વૈવસ્વત મનુને ક્ષુત્ એટલે છીંક ખાતાં નાકમાંથી ઇક્ષ્વાકુ એવા નામથી વિખ્યાત મોટા બળવાળો દીકરો ઉત્પન્ન થયો. આ ચક્રવર્તી મહારાજા સત્યયુગના આરંભે થયો હતો. તે પ્રજાનું કલ્યાણ કરનાર, સદાચારી, શૂરવીર, તત્ત્વજ્ઞ અને વિદ્વાન હતો.
———-
ઈર્શાદ
જો આનંદ સંત ફકીર કરે, વો આનંદ નહીં અમીરી મેં; સુખ દુ:ખમેં સમતા સાધ ધરે, તો કુછ ખોફ નહીં જાગીરીમેં.
— લોકવાણી
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વડ જેવા પાન ને શેરડી જેવી પેરી,
મોગરા જેવા ફૂલને આંબા જેવી કેરી.
અ) આંકડો બ) અરીઠા ક) આસોપાલવ ડ) ફુદીનો
———–
માઈન્ડ ગેમ
મહાભારતમાં ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્ર હતા જે કૌરવ તરીકે ઓળખાયા. આ ૧૦૦ ભાઈઓને એક બહેન પણ હતી એનું નામ આપેલા વિકલ્પમાંથી જણાવી શકશો?
અ) ઈરાવતી બ) તિલોત્તમા
ક) દુ:શલા ડ) દેવયાની
————
ગયા સોમવારના જવાબ
શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ
ડો. પટ્ટાભી સીતારામૈયા ગાંધીજીનું સમર્થન
નાથુરામ ગોડસે ગાંધીજીના હત્યારા
ઘનશ્યામદાસ બિરલા ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં હાજરી
નારાયણ આપટે ગાંધી હત્યાના બીજા આરોપી
———–
ગુજરાત મોરી મોરી રે
પરધન
———-
ઓળખાણ પડી?
મહાદેવ દેસાઈ
———
માઈન્ડ ગેમ
બિરલા હાઉસ
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રેંટિયો
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મૂલરાજ કપૂર (૩) નીતા દેસાઈ (૪) કલ્પના આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) લજીતા ખોના (૮) ભારતી બુચ (૯) શ્રદ્ધા આશર (૧૦) ખુશ્રુ કાપડિયા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) હરીશ સુતરીયા (૧૩) પુષ્પા પટેલ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીષી બંગાળી (૧૬) મીનળ કાપડિયા (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) ભાવના કર્વે (૨૧) સુરેખા દેસાઈ (૨૩) હર્ષા મહેતા (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) પ્રવીણ વોરા (૨૭) મહેન્દ્ર લોઢવિયા (૨૮) વીણા સંપટ (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) રાજુલા બી. પટેલ (૩૧) અંજુ ટોલિયા (૩૨) મહેશ દોશી (૩૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૪) જયવંત પદમશી ચિખલ (૩૫) નીતિન જે. બજરિયા (૩૬) દિલીપ પરીખ (૩૭) અરવિંદ કામદાર (૩૮) મહેશ સંઘવી (૩૯) વિજય ગરોડિયા (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) રમેશ દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હીના દલાલ (૪૪) પુષ્પા ખોના (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા