‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
અડબાઉ હઠીલું
અડિયલ નાના બાળકનું પહેલું અન્નપ્રાશન
અબોટણ અક્કલહીન, ભોટ
અરમાન પૃથ્વી
અવનિ કોડ
————-
ઓળખાણ પડી?
અદભુત ફિલ્ડર તરીકે ખ્યાતિ મેળવનાર દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરની ઓળખાણ પડી? પોતાના દેશ વતી એ હોકી પણ રમ્યો હતો.
અ) શોન પોલોક
બ) જોન્ટી રહોડ્સ
ક) જેક કાલિસ
ડ) હર્ષલ ગિબ્સ
———
ગુજરાત મોરી મોરી રે
વર્ષો પહેલા ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા શરૂ કરવામાં આવેલો તાંબાનો એક પૈસાનો સિક્કો કયા નામથી ઓળખાતો હતો એ કહી શકશો?
અ) નાણીયો બ) અધવેલો
ક) કાવડિયું ડ) દમડી
————
જાણવા જેવું
ફિઝિક્સમાં સૌથી પહેલું નોબેલ પ્રાઈઝ વિલિયમ રોંટજન નામના જર્મન વૈજ્ઞાનિકને ૧૯૦૧માં એનાયત કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિકે ૧૮૯૫માં વિશિષ્ટ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની શોધ કરી હતી અને આ આવિષ્કારના પગલે મનુષ્ય જાતને બહુમૂલ્ય સાબિત થયેલા ક્ષ કિરણો – એક્સ રેની બેટ મળી હતી. આ શોધનો સૌથી વધારે લાભ તબીબી વિજ્ઞાનને થયો અને મનુષ્ય શરીરની અનેક તકલીફ શોધવામાં આ કિરણ ઉપયોગી રહ્યા છે.
————–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૯૨૨માં સોવિયેત સંઘની સ્થાપના થઈ અને ૧૯૯૧માં સોવિયેત યુનિયન વિખેરાઈ ગયું.
સોવિયેત સંઘમાં કુલ કેટલા દેશોનો સમાવેશ હતો એ કહી શકશો?
અ) ૯
બ) ૧૨
ક) ૧૫
ડ) ૧૮
———-
નોંધી રાખો
પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે હવાનું તોફાન છૂટે ત્યારે ચકલાં સંતાઈ જાય અને ગરુડ બહાર નીકળે છે. જ્યારે તોફાન શાંત થઈ જાય ત્યારે ચકલાં બહાર નીકળી ચીં ચીં ચીં કરી મૂકે છે.
————-
માઈન્ડ ગેમ
એક ચતુષ્કોણમાં જો ત્રણ ખૂણાનું માપ અનુક્રમે ૮૫ અંશ, ૯૫ અંશ અને ૬૦ અંશ હોય તો ચોથા ખૂણાનું માપ કેટલું હશે એ કહી શકશો?
અ) ૯૦ અંશ બ) ૧૦૫ અંશ ક) ૧૨૦ અંશ ડ) ૧૪૫ અંશ
———–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
બોકડી બકરી
બોઘરણુ ઘડા જેવું પાત્ર
બોચી ગરદન
બોથડ બોઘું
બોડ બખોલ
———–
ગુજરાત મોરી મોરી રે
ખંભાત
———-
ઓળખાણ પડી?
રિચી બેનો
———–
માઈન્ડ ગેમ
વર્તુળ
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જોગીદાસ ખુમાણ
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા
(૮) હર્ષા મહેતા (૯) ભારતી બુચ (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) મીનળ કાપડિયા (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) લજિતા ખોના (૧૪) મહેશ સંઘવી (૧૫) પુષ્પા પટેલ (૧૬) નિખિલ બંગાળી (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) અમીષી બંગાળી (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) મહેશ
દોશી (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) હરીશ સુતરીયા (૨૫) પ્રવીણ વોરા (૨૬) ભાવના કર્વે (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનીતા પટવા (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) ખુશરૂ કાપડિયા (૩૧) શિલ્પા શ્રોફ (૩૨) સુરેખા દેસાઈ (૩૩) વીણા સંપટ (૩૪)
નિતિન બજરિયા (૩૫) પુષ્પા ખોના (૩૬) અંજુ ટોલિયા (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) રમેશ દલાલ (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) હિના દલાલ (૪૧) અરવિંદ કામદાર