ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld@bombaysamachar.com પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ રન કરનાર આ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડીને ઓળખો છો?
અ) સોબર્સ બ) વોરેલ ક) કાલિચરણ ડ) લારા
—–
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે અવળવાણી. ભુલાવામાં નાખે એવા શબ્દો તથા વાક્યરચનાવાળો ઉપદેશ અવળવાણી તરીકે ઓળખાય છે, જેમ કે ‘પાની બીચ મીન પિયાસી’, ‘વહુજી બેઠાં પાટ સાસુજી ચમ્મર ઢોળે’ વગેરે. ઉલટબાસિયાં તરીકે પણ ઓળખાતો આ પ્રયોગ કબીરની વિશિષ્ટતા છે અને સહેલાઈથી સમજવી મુશ્કેલ છે.
——–
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A                B
BEAT     બોળવું
BITE     મારવું, હરાવવું
BIT         ઊંડું
DIP        થોડું,   જરા
DEEP„      કરડવું
——–
ગુજરાત મોરી મોરી રે
મજેદાર બાળગીતની પંક્તિ પૂરી કરો:
હાથીભાઈ તો જાડા, લાગે ————–
આગળ ઝૂલે લાંબી સૂંઢ અને પાછળ ઝૂલે ટૂંકી પૂંછ.
અ) બહુ જોરાવર બ) ઘણા કદાવર ક) મોટા પાડા ડ) ઘણા શાણા
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પશુ નહીં પણ ચાર પગ, એક વાંસો બે શિશ,
બાળક રહે એના પેટમાં, કઈ ચીજ એ કહીશ?
અ) ટેબલ બ) ખાટલો ક) ઘોડિયું ડ) મોટર
———-
ઈર્શાદ
ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્ર્વાસની આ સતત આવનજાવન હોય નહીં.
– વિવેક મનહર ટેલર
——-
માઈન્ડ ગેમ
૧થી ૬૦માં ૫નો અંક કેટલી વાર આવે છે?
અ) ૧૫ બ) ૧૬ ક) ૧૯
——
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
TO      તરફ
TOO   પણ
TWO   બે
TAIL પૂંછડી
TALE વાર્તા, કથા
——-
ગુજરાત મોરી મોરી રે
મેળવણીથી થાય
——–
ઓળખાણ પડી?
ટાઇગર વૂડ્સ
——
માઈન્ડ ગેમ
૨૨
——
ચતુર આપો જવાબ
ઘંટ
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મૂળરાજ કપૂર (૪) સુભાષ મોમાયા (૫) પુષ્પા પટેલ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) શિલા શેઠ (૯) ગિરિશ શેઠ (૧૦) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૧) મિસિસ. ભારતી કાટકિયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) લજીતા ખોના (૧૫) હરીશ સુતરીયા (૧૬) અરવિંદ સુતરીયા (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) મહેશ દોશી (૨૧) તાહેર ઔરંગાબાદવાળા (૨૨) શીરીન ઔરંગાબાદવાળા (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) કલ્પના આશર (૨૭) જાગૃત જાની (૨૮) બીના જે. જાની (૨૯) પાર્થ જે. જાની (૩૦) જયંતી પટેલ (૩૧) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૨) નિતિન બજરીયા (૩૩) વિજય ગોરડિયા (૩૪) વીણા સંપટ (૩૫) ભાવના કર્વે (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) દિલીપ પરીખ (૪૪) પ્રવીણ વોરા (૪૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) નૈશધ દેસાઈ (૪૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૮) રેખા મચ્છર (૪૯) અરવિંદ કામદાર (૫૦) મિલિંદ નાનસી (૫૧) આદિત્ય મંકોડિયા (૫૨) હેમા ભટ્ટ (૫૩) ગિરીશ મિસ્ત્રી (૫૪) નયના મિસ્ત્રી (૫૫) હર્ષા મહેતા (૫૬) અરુણકુમાર પરીખ (૫૭) વિલાસ કંબાન (૫૮) નિખિલ બંગાળી (૫૯) અમીષી બંગાળી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.