‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ [email protected] પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
महक બળતણ
उपहार માંચડો
इंधन બક્ષિશ
चूडी ફોરમ
मचान બંગડી
————
ઓળખાણ પડી?
વિજય ભટ્ટની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘સંસાર લીલા’ તેમજ અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય કરનાર ચરિત્ર અભિનેતાની ઓળખાણ પડી?
અ) જીવન બ) સજ્જન ક) અજિત ડ) જયંત
————
ગુજરાત મોરી મોરી રે
ચાર દાયકા ગુજરાતી ફિલ્મોમાં અભિનય
કરી દર્શકોના લાડકા બનેલા નરેશ કનોડિયા – કિરણ કુમારની ફિલ્મ વિકલ્પમાંથી શોધી
કાઢો.
અ) લાખો ફુલાણી બ) મેના ગુર્જરી
ક) જેસલ તોરલ ડ) કડલાની જોડ
———-
જાણવા જેવું
અસાધારણ લોકપ્રિયતા મેળવનાર બી. આર. ચોપડાની ’મહાભારત’ ટીવી સિરિયલમાં શકુનિનો રોલ કરનાર ગૂફી પેન્ટલ કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા. દસ હજારથી વધુ કલાકારના સ્ક્રીન ટેસ્ટ લેવાયા હતા. દ્રૌપદી માટે જુહી ચાવલાને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. જોકે, આમિર ખાન સામે ’કયામત સે કયામત તક’માં તક મળતા જુહીએ ફિલ્મને પ્રાધાન્ય આપ્યું હતું. ત્યારબાદ શુદ્ધ હિન્દી ઉચ્ચારણને કારણે રૂપા ગાંગુલીને પસંદ કરવામાં આવી હતી.
————–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પચીસ વર્ષ પહેલા રિલીઝ થયેલી હિતેન કુમાર, રોમા માણેક, અરવિંદ ત્રિવેદીની ઓલ ટાઈમ ગ્રેટ હિટ ફિલ્મનું નામ કહી શકશો?
અ) મૈયરમાં મનડું નથી લાગતું બ) દેશ રે જોયા દાદા પરદેશ જોયા
ક) ડ્રાઈવર દિલવાળો ડ) ઊંચી મેડીના ઊંચા મોલ
————
નોંધી રાખો
મદદ એ અત્યંત મોંઘી વસ્તુ છે
જેની આશા – અપેક્ષા દરેક પાસેથી
રાખી શકાતી નથી, કારણ કે દરેક
વ્યક્તિ દિલથી ધનવાન હોય એ જરૂરી
નથી.
———–
માઈન્ડ ગેમ
કઈ ફિલ્મમાં શર્મિલા ટાગોરે રાજેશ ખન્નાની પ્રેમિકા અને માતાનો રોલ કર્યો હતો એ કહી શકશો?
અ) દાગ, બ) આરાધના, ક) માલિક, ડ) અમર પ્રેમ
————
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
सालगिरह વરસગાંઠ
बरामदा વરંડો
बुनाइ વણાઈ
भाप વરાળ
बटवारा વહેંચણી
———-
ગુજરાત મોરી મોરી રે
ગંગાપુરની ગંગા
———
ઓળખાણ પડી?
લીલા મિશ્રા
——–
માઈન્ડ ગેમ
ગુડ્ડી
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
જ્હાન્વી કપૂર
———-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) ભારતી કટકિયા (૬) શ્રદ્ધા આશર (૭) વિભા મહેશ્ર્વરી (૮) ભારતી બુચ (૯) લજિતા ખોના (૧૦) પુષ્પા પટેલ (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) શીરીન ઔરંગાબાદવાલા (૧૫) મનીષા શેઠ (૧૬) ફાલ્ગુની શેઠ (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) મીનલ કાપડિયા (૧૯) ખુશરૂ કાપડિયા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) હરીશ સુતરીયા (૨૨) મહેશ સંઘવી (૨૩) મહેશ દોશી (૨૪) રજનીકાંત પટવા (૨૫) અરવિંદ કામદાર (૨૬) સુરેખા દેસાઈ (૨૭) અંજુ ટોલિયા (૨૮) વિણા સંપટ (૨૯) દેેવેન્દ્ર સંપટ (૩૦) ભાવના કર્વે (૩૧) શિલ્પા શ્રોફ (૩૨) પુષ્પા ખોના (૩૩) હરીશ સુતરીયા (૩૪) વિજય ગરોડિયા (૩૫) રવિન્દ્ર પાટડીયા (૩૬) પ્રવીણ વોરા (૩૭) સુનિતા પટવા (૩૮) ગિરીશ મિસ્ત્રી (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) નયના મિસ્ત્રી (૪૪) હિતેશ ખત્રી (૪૫) કિશોર વેદ (૪૬) જયવંત ચિખલ