Homeલાડકીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
———-
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A           B
तुरई     જેલ
तुरळक   અછત
तुरुंग    ત્રાજવું
तुला     છૂટક
तुटवडा  શરણાઈ
———–
ઓળખાણ પડી?
કવયિત્રી અને સ્વરની મીઠાશને કારણે હિંદની બુલબુલ તરીકે પ્રસિદ્ધ થયેલાં આ સન્નારીની ઓળખાણ પડી? તેઓ સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતાં.
અ) મેડમ ભીકાજી કામા
બ) વિજયાલક્ષ્મી પંડિત
ક) ઉષા મહેતા
ડ) સરોજિની નાયડુ
————
ગુજરાત મોરી મોરી રે
મુંબઈનું અનોખું વર્ણન કરતી ‘ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી! જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં, વગર પિછાને મિત્રો જેવાં’ પંક્તિઓ કયા કવિની યાદગાર રચના છે?
અ) ઉમાશંકર જોશી બ) રાજેન્દ્ર શાહ
ક) રમેશ પારેખ ડ) નિરંજન ભગત
————
જાણવા જેવું
ઘડિયાળું કે ઘડીમાપક યંત્ર સમય માપવાનું સાધન છે. ઉપર તળે બે પોટાવાળી કાચનું સાધન, જેમાં ચાળેલી બારીક રેત ભરવામાં આવી હોય અને બંને પોટાને વચ્ચોવચ જોડતા સાંધણના કાણામાં થઈ કલાક, અર્ધો કલાક કે બે ઘડી (૪૮ મિનિટ)માં રેત ઉપલા પોટામાંથી નીચલા પોટામાં ઉતરી જાય. અવળી કરતા એટલા જ વખતમાં ફરી નીચે સરી જાય. દિવસ રાત દરમિયાન ઈચ્છીએ એટલો સમય કલાક, આખા દિવસનો સમય માપવાનું સાધન.
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું શરીરને વધારતું, ટકાવતું, જીવાડતું તેમજ ક્ષીણ થતાં અવયવોને મજબૂત બનાવતું ઘટક શોધી કાઢો.
સંસારમાં આસક્તિ વિના વિરક્ત ભાવથી રહેવું આસાન નથી.
————
નોંધી રાખો
જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ અદકેરું છે, કારણ કે જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એ જ રીતે જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા નથી પડાતું.
———-
માઈન્ડ ગેમ
પ્રાથમિક શિક્ષણ દરમિયાન લખાણમાં અને ત્યારબાદ ડ્રોઈંગમાં તમે જે પેન્સિલ વાપરો છો એમાં આપેલા વિકલ્પમાંથી કઈ વસ્તુ વપરાય છે એ કહી શકશો?
અ) સિલિકોન બ) ગ્રેફાઈટ
ક) ચારકોલ ડ) ફોસ્ફરસ
———-
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A             B
पाहुणा મહેમાન
पायरी     પગથિયું
पाऊल    પગલું
पाउस   વરસાદ
पाखरु      પક્ષી
———–
ગુજરાત મોરી મોરી રે
લીમડો
———-
ઓળખાણ પડી?
જેકવેલીન કેનેડી ઓનાસિસ
———–
માઈન્ડ ગેમ
પીડિયાટ્રીશિયન
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મગર
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) સુભાષ મોમાયા (૩) કલ્પના આશર (૪) વિભા મહેશ્ર્વરી (૫) ભારતી બુચ (૬) શ્રદ્ધા આશર (૭) નિખિલ બંગાળી (૮) અમીષી બંગાળી (૯) જ્યોતિ ખાંડવાલા (૧૦) લજિતા ખોના (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) મનીષા શેઠ (૧૪) ફાલ્ગુની શેઠ (૧૫) નિતિન બજરિયા (૧૬) મીનળ કાપડિયા (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) કિશોરકુમાર વેદ (૧૯) જયવંત ચિખલ (૨૦) ભાવના કર્વે (૨૧) રાજુલ પટેલ (૨૨) અરવિંદ કામદાર (૨૩) શિલ્પા શ્રોફ (૨૪) અંજુ ટોલિયા (૨૫) મહેશ દોશી (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) પ્રવીણ વોરા (૨૮) રજનીકાંત પટવા (૨૯) સુનીતા પટવા (૩૦) રમેશ દલાલ (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) હિના દલાલ (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) હરીશ સુતરીયા (૩૫) ગિરીશ મિસ્ત્રી (૩૬) પ્રીતિ ખત્રી (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) શીરીન ઔરંગાબાદવાલા (૩૯) દિલીપ પરીખ (૪૦) સુરેખા દેસાઈ (૪૧) હર્ષા મહેતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular