Homeઈન્ટરવલફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
———
ભાષા વૈભવ…

ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A                       B
NOT               નોંધ, ચિઠ્ઠી
NOT                શૂન્ય
NOTE              નોંધપાત્ર
NOTEWORTHY નહીં
NAUGHT         ગાંઠ
———
ઓળખાણ પડી?
ગયા વર્ષે જેના બાંધકામને ૫૦ વર્ષ પૂરા થયા એ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતી તાપી નદી પરના આ જળાશય-ડેમની ઓળખાણ પડી?
અ) ધોળીધજા ડેમ બ) સરદાર સરોવર ડેમ ક) ભાખરાનાંગલ ડેમ ડ) ઉકાઈ ડેમ
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઠંડી હવાના ઠંડા મોતી, પાંદડે પાંદડે બેસે,
ખેતર અને વૃક્ષોમાં તો, વરસાદ જાણે પેસે.
અ) વમળ બ) ભમરો ક) ઝાકળ ડ) વરાળ
——–
માતૃભાષાની મહેક
મોટું ઘર એટલે વિશાળ જગ્યા ધરાવતું ઘર અર્થ જાણીતો છે. પહેલા મોટું ઘર એટલે કે બહોળો પરિવાર જોઈને દીકરી દેવાતી. હવે કેટલા બેડરૂમનું મોટું ઘર છે એ જોઈ દીકરીનું નક્કી થતું હોય છે. જોકે, મોટું ઘર એટલે જેલ એવો પણ અર્થ થાય છે. કોઈ વ્યક્તિ બહુ રૂમવાળા મોટા ઘરમાં રહેતી હોય એને આરોપસર સરકારના મોટા ઘરમાં (જેલમાં) રહેવા જવું પડે. બહોળા પરિવારમાં સૌથી મોટી વ્યક્તિનું ઘર પણ મોટું ઘર કહેવાતું.
———
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત કાવ્યની પંક્તિ પૂરી કરો.
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ ———————-

અ) ખૂબ વહાલ કરી લેજે બ) એને અપનાવી લેજે ક) વિચાર જરાય ન કરજે ડ) અતિ પ્યારું ગણી લેજે
——–
ઈર્શાદ
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો મને,
આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે.
– આદિલ મન્સૂરી
——–
માઈન્ડ ગેમ
પાંચ કરોડની લોટરીના વિજેતા ઉમેદવારને ૩૦ ટકા ટેક્સ ચૂકવ્યા પછી બાકીની રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં વાર્ષિક ૭.૨૫% વ્યાજના દરે મુકતા ત્રણ વર્ષના અંતે કેટલી રકમ મળે?
અ) ૩, ૯૯, ૭૫, ૭૫૦, બ) ૪,૧૦, ૬૫, ૨૫૦, ક) ૪,૨૬,૧૨,૫૦૦ ડ) ૫,૦૧, ૩૩, ૬૦૦
———-
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A              B
SHOCK આઘાત, આંચકો
SOAK પલાળવું
SOAR ખૂબ ઊંચે ઉડવું
SORE પીડા
SOUR ખાટું
———-
ગુજરાત મોરી મોરી રે
નેવાં ભાંગશે
———
ઓળખાણ પડી?
ચોટીલા
———
માઈન્ડ ગેમ
૨,૫૨,૧૫,૦૦૦
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
છરી
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) શ્રદ્ધા આશર (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી કાટકિયા (૭) વિભા મહેશ્ર્વરી (૮) લજિતા ખોના (૯) હર્ષા મહેતા (૧૦) ભારતી બુચ (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) પુષ્પા પટેલ (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) શીરીન ઔરંગાબાદવાલા (૧૭) મહેશ સંઘવી (૧૮) ખુશરૂ કાપડિયા (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) મીનળ કાપડિયા (૨૨) મહેન્દ્ર લોઢાવિયા (૨૩) રજનીકાંત પટવા (૨૪) વિજય ગરોડિયા (૨૫) મહેશ દોશી (૨૬) અંજુ ટોલિયા (૨૭) કિશોરકુમાર વેદ (૨૮) જયવંત ચિખલ (૨૯) વીણા સંપટ (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) ભાવના કર્વેે (૩૨) પુષ્પા ખોના (૩૩) દિલીપ પરીખ (૩૪) સુરેખા દેસાઈ (૩૫) ગિરીશ મિસ્ત્રી (૩૬) નયના મિસ્ત્રી (૩૭) નિતીન બજરિયા (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) રમેશ દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) હિના દલાલ (૪૨) પ્રવીણ વોરા (૪૩) અરવિંદ કામદાર (૪૪) સુનીતા પટવા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular