‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ[email protected] પર મોકલવાના રહેશે.
———–
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
કુંજ ઘડો
કુંજર સોનું
કુંદન હાથી
કુંભ ધોકો
કુંદો લતામંડપ
———
ઓળખાણ પડી?
૧૯૭૦ના દાયકાના આ ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટરની ઓળખાણ પડી? ડાબોડી સ્પિન અને ફાસ્ટ બોલિંગ તેમજ ફાંકડી બેટિંગ માટે જાણીતા હતા.
અ) ધીરજ પરસાણા
બ) કરસન ઘાવરી
ક) ઊર્મિકાન્ત મોદી
ડ) મનોજ પરમાર
——
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતીઓ જે ખાવાના શોખીન છે એ ખારી સીંગ સાથે કયા શહેરનું નામ પ્રમુખપણે જોડાયેલું છે એ કહી શકશો?
અ) નડિયાદ, બ) અમદાવાદ,
ક) ભરૂચ, ડ) ધોળકા
——–
જાણવા જેવું
૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે એ સમયની જાણકારી અનુસાર ભારતના કુલ ૫૬૨ દેશી રાજ્યોમાં સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં ૩૬૬ દેશી રાજ્યો હતાં. સૌરાષ્ટ્રના વિસ્તારમાં આશરે નાનાંમોટાં ૨૨૨ દેશી રાજ્યો હતાં. જેમાં જૂનાગઢ, નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, મોરબી, ગોંડલ, વાંકાનેર અને રાજકોટ સહિત ૧૪ સલામીના અધિકારવાળાં મોટાં રાજ્યો, ૧૭ બિનસલામીવાળાં રાજ્યો અને ૧૯૧ નાનાં રાજ્યો હતાં.
———–
ચતુર આપો જવાબ
શનિદેવની પાંચ ફૂટ નવ ઈંચ ઊંચી કાળા રંગની સ્વયંભૂ મૂર્તિ છે એ શનિ શિંગણાપુર કયા રાજ્યમાં સ્થિત છે એ કહી શકશો?
માથું ખંજવાળો
અ) ઓડિશા
બ) કેરળ
ક) મહારાષ્ટ્ર
ડ) રાજસ્થાન
——-
નોંધી રાખો
બહુ જાણીતી કહેવત છે કે સમૃદ્ધિમાં
મિત્રો આપણને ઓળખતા હોય છે અને વિપત્તિમાં આપણને એમની ઓળખાણ
થાય છે.
———
માઈન્ડ ગેમ
એક ચતુષ્કોણના ત્રણ ખૂણાનું માપ જો ૬૮ અંશ, ૯૪ અંશ અને ૧૩૫ અંશ હોય તો ચોથો ખૂણો કેટલા અંશનો હોય એ કહી શકશો?
અ) ૫૮ અંશ બ) ૬૩ અંશ ક) ૯૦ અંશ ડ) ૧૦૦ અંશ
——–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
કરડાકી કઠોરતા
કરડું કાનનું ઘરેણું
કરડો ગૂંચળાવાળી વીંટી
કડપ ધાક, દાબ
કરામત ચમત્કાર
——–
ગુજરાત મોરી મોરી રે
કનકવો
——-
ઓળખાણ પડી?
તુક્કલ
——–
માઈન્ડ ગેમ
પોંગલ
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
તલ
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) સુરેખા દેસાઈ (૩) મુલરાજ કપૂર (૪) કલ્પના આશર (૫) ડૉ. પ્રકાશ કાટકિયા (૬) ભારતી કાટકિયા (૭) વિભા મહેશ્ર્વરી (૮) હર્ષા મહેતા (૯) લજિતા ખોના (૧૦) ભારતી બુચ (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીષી બંગાળી (૧૪) તાહેર ઔરંગાબાદવાલા (૧૫) શીરીન ઔરંગાબાદવાલા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) પષ્પા પટેલ (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેશ સંઘવી (૨૪) ભાવના કર્વે (૨૫) કિશોરકુમાર વેદ (૨૬) જયવંત ચિખલ (૨૭) અંજુ ટોલિયા (૨૮) રજનીકાંત પટવા (૨૯) સુનીતા પટવા (૩૦) મહેશ દોશી (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) વીણા સંપટ (૩૩) અરવિંદ કામદાર (૩૪) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) નિતીન બજરિયા (૩૮) વિજય ગરોડિયા (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) હિના દલાલ