ફન વર્લ્ડ

ફનક્લબ

ઓળખાણ પડી?
પોર્ટુગલથી દરિયાઈ સફર શરૂ કરી ૧૪૯૮માં ભારતના કાલિકટ બંદરે પહોંચેલા પ્રથમ યુરોપિયન સાહસ ખેડુને ઓળખ્યા?
અ) એરિસ્ટોટલ
બ) માર્કો પોલો
ક) ઈબ્ને બતૂતા
ડ) વાસ્કો-દ-ગામા
——
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
આવક LAZY
આવકાર LIFE
આવડત INCOME
આવરદા WELCOME
આળસુ  SKILL
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એક સુગંધી છોડ, જેનાં ધોળાં એવાં ફૂલ,
ચમેલીનો છે ભાઈ, જેને કદી તું ના ભૂલ.
અ) કમળ બ) ગુલાબ ક) મોગરો ડ) ગલગોટો
——
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે પંચતંત્ર. નીતિશાસ્ત્રનો મહિમા ગાઈ એ સમજાવતું સંસ્કૃત ભાષાનું પુસ્તક પંચતંત્ર તરીકે પ્રખ્યાત છે. પંચતંત્રની વાર્તાઓ ખૂબ જાણીતી છે. પંડિત વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે આ પુસ્તકની રચના કરી છે. પશુપંખીની વાતોને રૂપે તેમાંથી ધર્મ, નીતિ અને વ્યવહારનું ઉત્તમ શિક્ષણ ઉપદેશ સ્વરૂપે મળે છે. ઘણી ભાષામાં એનો તરજુમો થયો છે.
—–
ગુજરાત મોરી મોરી રે
આપેલા પર્યાયમાંથી કયા શબ્દનો અર્થ ઈચ્છા-અભિલાષા થાય છે?
અ) અરમાન બ) અપમાન ક) અસમાન ડ) અવાક
—-
ઈર્શાદ
સુધારી શકાતી નથી, સમારી શકાતી નથી,
ઈમારત અમુક વર્ષ બાદ ઉગારી શકાતી નથી.
– ઉદયન ઠક્કર
—–
માઈન્ડ ગેમ
તમારા કાકાનાં પત્નીના સસરાની પત્ની તમારે શું થાય?
અ) ફોઈબા બ) દાદીમા ક) કાકીબા ડ) મામી
—–
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
ઉદાહરણ  EXAMPLE
ઉત્તર  ANSWER
ઉદાર  GENEROUS
ઉમદા  EXCELLENT
ઉતાવળ HURRY
—–
ગુજરાત મોરી મોરી રે
વ્યોમ
—–
ઓળખાણ પડી?
ગણિતશાસ્ત્ર
—–
માઈન્ડ ગેમ
ગિટાર
—-
ચતુર આપો જવાબ
ફુગ્ગો
——
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) મનીષા શેઠ (૨) ફાલ્ગુની શેઠ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) મિલિંદ મનુભાઈ મિસ્ત્રી (૫) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૬) નિતિન જે. બજરીયા (૭) જાગૃત કે. જાની (૮) બીના જે. જાની (૯) પાર્થ જે. જાની (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) હેમા હરીશ ભટ્ટ (૧૨) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૧૩) નયના ગિરિશ મિસ્ત્રી (૧૪) હર્ષા મહેતા (૧૫) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૧૬) વિલાશ સી. અંબાની (૧૭) નિખિલ બંગાળી (૧૮) નીતા દેસાઈ (૧૯) મૂળરાજ કપૂર (૨૦) સુભાષ મોમાયા (૨૧) પુષ્પા પટેલ (૨૨) ભારતી બુચ (૨૩) શ્રદ્ધા આશર (૨૪) શિલા શેઠ (૨૫) ગિરિશ શેઠ (૨૬) ડૉ. પ્રકાશ કાટકિયા (૨૭) મિસિસ. ભારતી કાટકિયા (૨૮) વિભા મહેશ્ર્વરી (૨૯) લજીતા ખોના (૩૦) હરીશ જી. સુતરીયા (૩૧) અરવિંદ સુતરીયા (૩૨) ખુશ્રુ કાપડિયા (૩૩) મહેન્દ્ર લોઢાવિયા (૩૪) રંજન લોઢાવિયા (૩૫) મહેશ દોશી (૩૬) તાહેર ઔરંગાબાદવાળા (૩૭) શીરીન ઔરંગાબાદવાળા (૩૮) મીનળ કાપડિયા (૩૯) કલ્પના આશર (૪૦) જયંતી પટેલ (૪૧) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૨) વિજય ગોરડિયા (૪૩) વીણા સંપટ (૪૪) ભાવના કર્વે (૪૫) રજનીકાંત પટવા (૪૬) સુનીતા પટવા (૪૭) શિલ્પા શ્રોફ (૪૮) જ્યોત્સના ગાંધી (૪૯) ઈનાક્ષી દલાલ (૫૦) રમેશ દલાલ (૫૧) હિના દલાલ (૫૨) દિલીપ પરીખ (૫૩) પ્રવીણ વોરા (૫૪) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૫૫) નૈશધ દેસાઈ (૫૬) રસિક જૂઠાણી ટોરન્ટો કેનેડા (૫૭) અરવિંદ કામદાર (૫૮) સુરેખા દેસાઈ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.