ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
મુખ્યત્વે ચીનમાં ઊગતું આ પૌષ્ટિક ફળ કયા નામે ઓળખાય છે?
અ) જેક ફ્રૂટ બ) બેરી ક) કિવી ડ) ચેરી
——–
જાણવા જેવું
પર્વતની ઊંચાઈનો અભ્યાસ કરતી એક શાસ્ત્રીય પદ્ધતિ છે. જાણવા જેવી વાત એ છે કે એવરેસ્ટ સહિત અનેક પર્વતોની ઊંચાઈ વધતા વર્ષો લાગી જાય છે જ્યારે વર્ષોની વધેલી ઊંચાઈ ઘટવા કેટલીક મિનિટો કાફી થઈ પડતી હોય છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સમુદ્રના સ્તરથી વધી ૨૯૦૩૧.૬૯ ફૂટ થઈ ગઈ છે. ૧૯૩૪ના ધરતીકંપને કારણે ૧૫૦ વર્ષ સુધી સતત વધેલી ઊંચાઈ પળવારમાં ધોવાઈ ગઈ હતી.
———
નોંધી રાખો
કોઈ વ્યક્તિની ભૂલ દેખાય તો શુભ ચિંતક બની કાનમાં કહેવી, ગામમાં નહીં.
——-
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A                                B
આકાશ               સામેલ, ભેળવેલું
આસવ               આગ, દેવતા
આક્રંદ               મદ્ય, દારૂ
આમેજ             વ્યોમ
આતશ              રડવું
——-
ગુજરાત મોરી મોરી રે
વહાણ ઉદ્યોગ અને માછીમારી માટે કયું શહેર જાણીતું છે?
અ) પેટલાદ બ) મહેમદાવાદ ક) ધોરાજી ડ) સલાયા
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઘરેણાં ટકાઉ બને એ માટે એમાં કઈ ધાતુ મુખ્યત્વે ઉમેરવામાં આવે છે એ જણાવો
અ) સ્ટીલ બ) એલ્યુમિનિયમ ક) કોપર ડ) મરક્યુરી
———-
માઈન્ડ ગેમ
કાઠમંડુ શહેર ભારતના કયા પાડોશી દેશની રાજધાની છે?
અ) ભૂટાન બ) નેપાળ ક) શ્રીલંકા ડ) મ્યાનમાર
———–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
લિવારી         બકવાસ
લવણ          મીઠું
લવાદ         ન્યાયાધીશ
લવલેશ       જરાક, કિંચિત
લતામંડપ   વેલનો માંડવો
———
ગુજરાત મોરી મોરી રે
દલડાં લેરાલેર
——-
ઓળખાણ પડી?
વમળ
——–
માઈન્ડ ગેમ
મહાત્મા ગાંધી
——–
ચતુર આપો જવાબ
ફણસ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મૂલરાજ કપૂર (૪) ભારતી બૂચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશ્રુ કાપડિયા (૯) હર્ષા મહેતા (૧૦) લજીતા ખોના (૧૧) તાહેર ઔરંગાબાદવાલા (૧૨) શીરીન ઔરંગાબાદવાલા (૧૩) મહેશ દોશી (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) ડૉ. પ્રકાશ કટકિયા (૧૬) મિસીસ. ભારતી કટકિયા (૧૭) હરીશ જી. સુતરીયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) નિખીલ બંગાળી (૨૦) અમીષી બંગાળી (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) મહેન્દ્ર લોઢવિયા (૨૪) રંજન લોઢવિયા (૨૫) પ્રવીણ વોરા (૨૬) વિલાસ સી. અંબાણી (૨૭) દીના વિકમશી (૨૮) સુનિતા પટવા (૨૯) રજનીકાંત પટવા (૩૦) ભાવના કર્વે (૩૧) પુષ્પા પટેલ (૩૨) વિજય ગોરડિયા (૩૩) પુષ્પા ખોના (૩૪) નિતીન જે. બજરીયા (૩૫) દિલીપ પરીખ (૩૬) જાગૃતિ કે. જાની (૩૭) બીના જે જાની (૩૮) પાર્થ જે. જાની (૩૯) રવિન્દ્ર પાટડીયા (૪૦) મહેશ સંઘવી (૪૧) જયવંત પદમશી ચિખલ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) રમેશ દલાલ (૪૬) હીના દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) સુરેખા સુધીર દેસાઈ (૪૯) શિલ્પા શ્રોફ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.