‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ [email protected] પર મોકલવાના રહેશે.
———–
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
SHOCK પીડા
SOAK ખાટું
SOAK આઘાત, આંચકો
SORE ખૂબ ઊંચે ઉડવું
SOUR પલાળવું
——–
ઓળખાણ પડી?
ડુંગર પર ચામુંડા માતાજીનું મંદિર છે એ સુરેન્દ્રનગર જિલ્લાના મહત્ત્વના યાત્રાધામ અને ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની ઓળખાણ પડી?
અ) ધ્રાંગધ્રા બ) ચોટીલા ક) વઢવાણ ડ) દૂધરેજ
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કેરીનો ભાઈ વેરી ને તેણે પહેરી ઘાઘરી,
શાકનો શત્રુ એ, રખાય રસોડામાં ઘેરી.
અ) છરી બ) ગોટલો ક) મરી ડ) જમરૂખ
——-
માતૃભાષાની મહેક
જીભના આકારમાં થતા સૂક્ષ્મ ફેરફારોને લીધે તે જુદા જુદા શબ્દોચ્ચાર કરી શકે છે. જોકે, વિચાર્યા વિના જીભેથી ગમે તેમ બોલી નાખવાથી હાડકાં ભંગાવવાનો એટલે કે માર ખાવાનો (એ પણ ખાસડાં એટલે કે જૂતાંથી) વખત આવી જાય છે. આ કહેવત જીભને વારજે નહીંતર જીભ દાંત પડાવશે તરીકે જાણીતી છે. જીભ સો મણ ઘી ખાય તોય ચીકણી ન થાય. મતલબ કે સમજ્યા વગર વાંકું બોલવાની જીભની આદત ક્યારેય ન જાય.
———
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય લગ્નગીતમાં ખૂટતા શબ્દો ઉમેરી લગ્નસરા સંભારી લહાવો લેજો.
એક ઊંચો તે વર ના જોશો રે દાદા, ઊંચો તો નિત્ય ——
એક નીચો તે વર ના જોશો રે દાદા, નીચો તો નિત્ય ઠેબે આવશે.
અ) નખરા કરશે બ) નિસરણી માગશે ક) માગણી કરશે ડ) નેવાં ભાંગશે
——-
ઈર્શાદ
કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છું,
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું, અડધો પડધો જ ઓળખાયો છું.
– અમૃત ‘ઘાયલ’
——-
માઈન્ડ ગેમ
અઢી કરોડના મૂડી રોકાણ પર ૧૮ ટકા નુકસાન થયા પછી હાથમાં રહેલી રકમનું બીજી જગ્યાએ રોકાણ કરતા ૨૩ ટકા નફો થયો તો છેવટે કેટલીક રકમ હાથમાં આવી?
અ) ૨,૪૭,૮૭,૫૫૫ બ) ૨,૫૦,૦૦,૦૦૦ ક) ૨,૫૨,૧૫,૦૦૦ ડ) ૨,૫૪,૦૦,૦૦૦
——-
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
LIMP લંગડાવું
LIMP શરીરનું અવયવ
LIMP કડી
LIVE જીવવું, રહેવું
LEAVE છોડવું
——
ગુજરાત મોરી મોરી રે
સૂવાને ખાટલો
——–
ઓળખાણ પડી?
વેટિકન સીટી
——-
માઈન્ડ ગેમ
૩૩ લાખ
——-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મોબાઈલ
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) કલ્પના આશર (૩) શીરીન ઔરંગાબાદવાલા (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) નીતા દેસાઈ (૬) સુભાષ મોમાયા (૭) હર્ષા મહેતા (૮) ડૉ. પ્રકાશ કાટકિયા (૯) ભારતી કાટકિયા (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ભારતી બુચ (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીષી બંગાળી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) પુષ્પા પટેલ (૧૬) શીલા શેઠ (૧૭) ગિરીશ શેઠ (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) હરીશ સુતરીયા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) ખુશરૂ કાપડિયા (૨૩) મીનળ કાપડિયા (૨૪) મહેશ સંઘવી (૨૫) વિજય ગરોડિયા (૨૬) મહેશ દોશી (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) કિશોરકુમાર વેદ (૨૯) જયવંત ચિખલ (૩૦) પ્રવીણ વોરા (૩૧) રજનીકાંત પટવા (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) વીણા સંપટ (૩૪) સુરેખા દેસાઈ (૩૫) અંજુ ટોલિયા (૩૬) બીના શાહ (૩૭) નિતીન બજરિયા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) રમેશ દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) હિના દલાલ (૪૨) સુનીતા પટવા (૪૩) જ્યોેત્સના ગાંધી (૪૪) ગિરીશ મિસ્ત્રી