ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
મહારાષ્ટ્રમાં શરૂ થયેલો આ નૃત્ય પ્રકાર કયા નામથી ઓળખાય છે?
અ) રિમઝિમ બ) પોવાડા ક) લેઝિમ ડ) લાવણી
———–
જાણવા જેવું
દરિયામાં જોવા મળતી વહેલ માછલી નથી, પણ સસ્તન પ્રાણી છે. વહેલના બ્લુ વહેલ, સ્પર્મ વહેલ સહિત કેટલાક પ્રકાર છે. આ બધામાં બ્લુ વહેલ પૃથ્વી પરનું સૌથી મહાકાય પ્રાણી ગણાય છે. આ પ્રાણીનું વજન ૧૫૦-૨૦૦ ટન સુધીનું અને લંબાઈ ૮૦ ફૂટ સુધીની હોય છે. નાનકડી કારના કદનું હૃદય એના શરીરમાં હોય છે અને એમાં ૧૦ ટન લોહી ફરતું રહે છે.
———
નોંધી રાખો
સિંહને લખતાં નહીં આવડે ત્યાં સુધી દરેક કથામાં શિકારીનાં જ ગુણગાન ગવાતાં રહેશે.
———
ભાષા વૈભવ…
મરાઠી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી બનાવો
A                 B
ताक           ખોટ, નુકસાન
तूप            રણશિંગું
तूट             ઘી
तुतारी        થાળી
ताट             છાસ
———
ગુજરાત મોરી મોરી રે
ઘર માટેનો પર્યાયવાચી શબ્દ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) સહવાસ બ) આવાસ ક) બકવાસ ડ) સુવાસ
———
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું શહેર શોધી કાઢો
મારો મિત્ર ધવલ સાડત્રીસ મહિના સુધી હિમાલયમાં રખડતો રહ્યો.
———
માઈન્ડ ગેમ
પાંચ દોઢા સાડાસાત થાય તો પંદર દોઢા કેટલા થાય?
અ) સાડાસત્તર ૨) વીસ ૩) સાડાબાવીસ ૪) પચીસ
——–
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
आंबट                ખાટું
आरव                કૂકડેકૂક
आरडा ओरडा    બૂમાબૂમ
आरोळी           ચીસ
आवड              પસંદ
——–
ગુજરાત મોરી મોરી રે
અંતર
——–
ઓળખાણ પડી?
બક નળી
——–
માઈન્ડ ગેમ
ઈજિપ્ત
——-
ચતુર આપો જવાબ
સમોસા
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) હર્ષા મહેતા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) મુલરાજ કપૂર (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) રસીક જુઠાની – ટોરન્ટો – કેનેડા (૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૯) ભારતી બૂચ (૧૦) ડૉ. પ્રકાશ કટકિયા (૧૧) નિખીલ બંગાળી (૧૨) મિસીસ. ભારતી કટકિયા (૧૩) અમીષી બંગાળી (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) ખુશ્રુ કાપડિયા (૧૬) લજીતા ખોના (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) પુષ્પા પટેલ (૨૦) હરીશ જી. સુતરીયા (૨૧) શિલ્પા શ્રોફ (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) નયના ગિરીશ મિસ્ત્રી (૨૫) મહેન્દ્ર લોઢવિયા (૨૬) રંજન લોઢવિયા (૨૭) કલ્પના આશર (૨૮) મીનળ કાપડિયા (૨૯) વિલાસ સી. અંબાણી (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) ભાવના કર્વે (૩૩) વિજય ગોરડિયા (૩૪) સુરેખા દેસાઈ (૩૫) મહેશ દોશી (૩૬) દિલીપ પરીખ (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) રમેશ દલાલ (૩૯) હીના દલાલ (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) પદમા લાડ (૪૨) નીતીન જે. બજરિયા (૪૩) પુષ્પા ખોના (૪૪) મહેશ સંઘવી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.