ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
આંગળી જેવા આકારના ભાગથી ખોરાક લેતા આ એક જીવી કોષની ઓળખાણ પડી?
અ) કાચીમ્બા
બ) અમીબા
ક) સ્ટેલબા
ડ) બીટલ
——–
માતૃભાષાની મહેક
જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફુઈ, ગાડે કોઈ બેસાડે નહીં ને હું દોડી દોડી મૂઈ. એનો શબ્દાર્થ છે કે લગ્નની જાન ગાડામાં નીકળતી હોય અને જાનમાં જોડાવા કોઈ આગ્રહ પણ ન કરવામાં આવતો હોય ત્યારે હું તો વરની ફોઈ છું એવું માની લઈ જાનમાં જોડાવા ગાડા પાછળ દોડાદોડી કરે પણ અંતે કોઈ એને બેસાડે નહીં ત્યારે જે દુર્દશા થાય એનું વર્ણન એમાં પ્રગટ થાય છે.
——–
ઈર્શાદ
‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.
– બરબાદ જૂનાગઢી
——–
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A                                          B
બને એટલું જલદી             ISRO
જવાબ આપજો                 AIDS
ભીષણ રોગની સમસ્યા      ASAP
ભારતીય અવકાશ સંસ્થા     NASA
અમેરિકન અવકાશ સંસ્થા    RSVP
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આમ જાઉં તેમ જાઉં, જ્યાં જુઓ ત્યાં તો સાથે જાઉં,
નાનો થાઉં મોટો થાઉં, ઊંઘી જાઓ તો સંતાઈ જાઉં.
અ) ગુલાંટ બ) પડછાયો ક) પતંગ ડ) કૂદકો
———-
ગુજરાત મોરી મોરી રે
દીકરીને સુવડાવતી વખતે ગવાતા ગીતની પંક્તિ પૂરી કરો.
દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડે ને ……………………….
અ) ઊઠે તો પરોઢ બ) રજાઈ તેને ઓઢાડું ક) જાગે તો સવાર ડ) સપનામાં એ હરખાય
——
માઈન્ડ ગેમ
૧૧૦ રૂપયે કિલોના ભાવે ખરીદેલું ૩૨૦૦ કિલો રૂ વેચતા
૪,૧૮,૦૦ રૂપિયા મળ્યા તો કુલ કેટલો ફાયદો થયો?
અ) ૫૧૦૦૦ રૂપિયા બ) ૫૭૩૫૦ રૂપિયા ક) ૬૧૧૫૦ રૂપિયા ડ) ૬૬૦૦૦ રૂપિયા
——–
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
ઓછી કિંમતે માલનું વેચાણ   SALE
વેચવું                                     SELL
કોચલું, કવચ                         SHELL
મહોર                                     SEAL
વહાણનું સઢ                             SAIL
——–
ગુજરાત મોરી મોરી રે
પોપટ બેઠો તોરણે
———
ઓળખાણ પડી?
સ્ટાર ફિશ
———
માઈન્ડ ગેમ
૫,૦૬૦ રૂપિયા
——–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નળિયાં
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) કલ્પના આશર (૫) શ્રદ્ધા આશર (૬) નીતા દેસાઈ (૭) વિભા મહેશ્ર્વરી (૮) નિખિલ બંગાળી (૯) અમીષી બંગાળી (૧૦) લજીતા ખોના (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) મિસીસ. ભારતી કટકિયા (૧૪) ભારતી બૂચ (૧૫) દીના વિકમશી (૧૬) મહેન્દ્ર લોઢવિયા (૧૭) રંજન લોઢવિયા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) મીનળ કાપડિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) મહેશ દોશી (૨૩) સુરેખા દેસાઈ (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) રસીક જુઠાણી – ટોરન્ટો – કેનેડા (૨૬) પ્રવીણ વોરા (૨૭) વિલાસ સી. અંબાણી (૨૮) રવિન્દ્ર પાટડીયા (૨૯) મહેશ સંઘવી (૩૦) ખુશ્રુ કાપડિયા (૩૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૨) મુલરાજ કપૂર (૩૩) નયના ગિરીશ મિસ્ત્રી (૩૪) તાહેર આરંગાબાદવાલા (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) વિજય ગોરડિયા (૩૮) ભાવના કર્વે (૩૯) સ્નેહલ કોઠારી (૪૦) રમેશ દલાલ (૪૧) હીના દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) દિલીપ પરીખ (૪૫) હર્ષા મહેતા (૪૬) નિતીન જે. બજરિયા (૪૭) હરીષ સુતરીયા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.