ફન વર્લ્ડ

ફનક્લબ

ઓળખાણ પડી?
તાજાં અને કાચાં લીલાં શાકભાજી ખાવાથી કયું વિટામિન વધારે મળે?
અ) એ બ) ડી ક) સી ડ) બી

ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A B
જઠર PANCREAS
શ્ર્વેતકણો INTESTINE
આંતરડું LIVER
સ્વાદુપિંડWBC
યકૃત STOMACH

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કોઈ કામ કઢાવી કાઢે, કોઈ ઘાણીએ કાઢે,
શાકભાજી, અથાણું તેના વિના ન જ બને.
અ) ઘી બ) પરસેવો ક) તેલ ડ) કેરી

માતૃભાષાની મહેક
કાંકચિયો એટલે કાંકચનું કાંટાવાળું ફળ, જેમાં છીપનાં જેવાં બે પડ હોય છે. તેના પોપટામાં એક અથવા બે બી હોય તેને કાંકચિયા કહે છે. તેની છાલ ઘણી કઠણ અને અંદરનો ગર સફેદ અને સ્વાદ કડવો હોય છે. આ બીને મંદ દેવતામાં શેકી પછી અંદરનું મગજ કાઢી કડવાણી તરીકે ઔષધમાં વપરાય છે. તે કટુ પૌષ્ટિક અને પાચક તરીકે વૈદરાજની સલાહ અનુસાર અપાય છે.

ગુજરાત મોરી મોરી રે
હૃદય તરફ લોહી પાછું લઈ જતી રક્તવાહિની ગુજરાતીમાં કયા નામે ઓળખાય છે?
અ) જામિની બ) અવાહિની ક) નસ ડ) શિરા

માઈન્ડ ગેમ
આડાઅવળા થઈ ગયેલા અક્ષરો ગોઠવીને કહેવત શોધી કાઢો
વૈદ્ય તે પડખે ઘર ન સૂએ જાય ડાબે જે
ઈર્શાદ
પિઝાના સ્વાદયજ્ઞમાં ભાખરી હોમતો ગયો,
નીરોગી કાયા છોડી રોગને અપનાવતો ગયો.
– ખોરાક કુમાર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.