ફન વર્લ્ડ

ફનક્લબ

મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી જોડી જમાવો
A                   B
ઓરી          MACE
ગદા           MEAGRE
મામૂલી      MEAL
માપ          MEASLES
ભોજન        MEASURE

ઓળખાણ પડી?
બી. આર. ચોપરાની ‘મહાભારત’ સિરિયલમાં ગુફી પેન્ટલે કયા પાત્રને યાદગાર બનાવી દીધું?
અ) વિચિત્રવીર્ય બ) કર્ણ ક) શકુનિ ડ) ઇન્દ્રજિત

ગુજરાત મોરી મોરી રે
ડાંગ જિલ્લાના નયનરમ્ય ‘ચીમેર ધોધ’ને શેની ઉપમા અપાઈ છે?
અ) જોગ વોટરફોલ બ) ગુજરાતનો નાયગ્રા
ક) ચિત્રકોટનો ધોધ ડ) દૂધસાગર ફોલ્સ

માતૃભાષાની મહેક
પ્રસાદ એટલે મહાન પુરુષ અથવા ધર્મિષ્ઠ પુરુષે પાછળ રાખેલ ચીજ; દેવ, ગુરુ, રાજા, સ્વામી વગેરેએ પ્રસન્ન થઈને આપેલું જે કંઈ તે; નૈવેદ્યની શેષ; પ્રસાદી; દેવ, ગુરુ, ધણી વગેરેએ ભોગવેલા પદાર્થમાંથી શેષ રહેલો પદાર્થ. અલબત્ત ભગવદ્ગોમંડલ અનુસાર પ્રસાદનો અન્ય એક અર્થ છે કાવ્યની રચનામાં રહેલું મોહક શબ્દ માધુર્ય; સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય તેવો કાવ્યનો એક ગુણ.

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નરકની દીકરી, તેજબાઈ છે નામ,
પહેરે તો પટોળાં ને ભાંગે છે ગામ.
અ) ભાલો બ) બરછી ક) તીર ડ) તલવાર

ઈર્શાદ
હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી,
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની.

માઈન્ડ ગેમ
અહીં આપેલા વિકલ્પોમાંથી કયો અવતાર વિષ્ણુનો નથી એ જણાવો.
અ) રામ બ) કૃષ્ણ ક) બુદ્ધ ડ) મહાવીર
——-
ગયા સોમવારના જવાબ

ભાષા વૈભવ
પવિત્ર        SACRED
મંદિરનું      SANCTUM
સાધુ           SAINT
ત્યાગ          SACRIFICE
સમજુ,      SANE

ગુજરાત મોરી મોરી રે
હનુમાન

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઈંટ

માઈન્ડ ગેમ
સુગ્રીવ

ઓળખાણ પડી?
વિભીષણ
– સ્તવન

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.