ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———-
ઓળખાણ પડી?
વહેતા પાણીમાં થતું કૂંડાળું કે ભમરી કયા નામે ઓળખાય છે?
અ) ચક્કર
બ) વમળ
ક) વંટોળ
ડ) દામિની
———
જાણવા જેવું
ફિઝિક્સ માટેનું સૌપ્રથમ નોબેલ પ્રાઈઝ ૧૯૦૧માં વિલિયમ રોંટજન નામના જર્મન વૈજ્ઞાનિકને એનાયત કરવામાં આવ્યું હતું. ૧૮૯૫માં તેણે ખાસ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની શોધ કરી હતી અને એને પરિણામે માનવજાતને એક્સ રે – ક્ષ કિરણોની ભેટ મળી. આ શોધને કારણે તબીબી વિજ્ઞાનને સૌથી વધારે લાભ થયો છે.
———
નોંધી રાખો
સમય પારખતાં આવડે તો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવામાં સરળતા રહે.
———
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A                   B
લવારી        જરાક, કિંચિત
લવણ         ન્યાયાધીશ
લવાદ        વેલનો માંડવો
લવલેશ      બકવાસ
લતામંડપ   મીઠું
———
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત લોકગીતની પંક્તિ પૂરી કરો.
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે!
મારાં હૈડાં હારોહાર, મારાં ———
અ) ઘરે લીલા લહેર બ) મનમાં મોજે મોજ ક) દલડાં લેરાલેર
ડ) પગથિયે પધારજે
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વિકલ્પમાંથી કઈ વસ્તુ જમીનની અંદર નથી ઊગતી એ જણાવો
અ) લસણ બ) કાંદા ક) હળદર ડ) ફણસ
———-
માઈન્ડ ગેમ
કયા મહાનુભાવને નોબેલ પ્રાઈઝ નથી મળ્યું?
અ) રવીન્દ્રનાથ ટાગોર બ) આલ્બર્ટ આઈન્સ્ટાઈન ક) મહાત્મા ગાંધી ડ) સી. વી. રામન
———–
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
વિકટ         અઘરું, દુર્ગમ
વિમુખ       પ્રતિકૂળ, મોં ફેરવીને બેઠેલું
વિપદા       આફત, આપત્તિ
વિરાટ       વિશાળ, ભવ્ય
વિહંગ       પંખી, પક્ષી
——-
ગુજરાત મોરી મોરી રે
નહીં જડે રે લોલ
——-
ઓળખાણ પડી?
ગોકળગાય
—–
માઈન્ડ ગેમ
ઓઝોન
——–
ચતુર આપો જવાબ
બેડમિન્ટન
——–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) ભારતી બૂચ (૩) તાહેર ઔરંગાબાદવાલા (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) નીતા દેસાઈ (૬) હર્ષા મહેતા (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) શ્રદ્ધા આશર (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) નિખિલ બંગાલી (૧૧) અમીષી બંગાલી (૧૨) નીતીન જે. બજરિયા (૧૩) વિલાસ સી. અંબાણી (૧૪) ખુશ્રુ કાપડિયા (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) દીના વિકમશી (૧૮) ડૉ. પ્રકાશ કટકિયા (૧૯) મિસીસ. ભારતી કટકિયા (૨૦) કલ્પના આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) મહેશ દોશી (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) ભાવના કર્વે (૨૮) અંજુ ટોલીયા (૨૯) પદમા લાડ (૩૦) વિજય ગોરડિયા (૩૧) ગીરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૨) પુષ્પા ખોના (૩૩) દિલીપ પરીખ (૩૪) હરીશ જી. સુતરીયા (૩૫) મહેશ સંઘવી (૩૬) રસીક જુઠાની – ટોરન્ટો – કેનેડા (૩૭) હીના દલાલ (૩૮) રમેશ દલાલ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) નયના ગીરીશ મિસ્ત્રી (૪૨) અરવિંદ કામદાર (૪૩) સુરેખા દેસાઈ (૪૪) સ્નેહલ કોઠારી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.