ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
વિશેષ કરીને વિજ્ઞાનના પ્રયોગમાં વપરાતી આ કાચની નળી ઓળખો છો?
અ) વાંકી નળી બ) બક નળી ક) પ્રયોગ નળી ડ) ભેળસેળી
———
જાણવા જેવું
સફેદ રેતી, ચિરોડી અથવા એવા બીજા પદાર્થના મિશ્રણથી કાચ બને. કાચનો રસ બીબામાં પડ્યા પછી ઘન બને છે. પારદર્શક, અપારદર્શક, ખરબચડો, બિલોરી કાચ, બોહિમી કાચ, ક્રાઉન કાચ, સંગીન કાચ, સોડાનો કાચ, બારીનો કાચ, ઘસેલો કાચ, આંધળો કાચ અને દૂધિયો કાચ એમ કાચના અનેક પ્રકાર છે.
——-
નોંધી રાખો
ભૌતિક અંતર વધી જાય એનો વાંધો નહીં, માનસિક અંતર ન વધવું જોઈએ.
———
ભાષા વૈભવ…
મરાઠી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી બનાવો
A                   B
आंबट          ચીસ
आरव            પસંદ
आरडा ओरडा કૂકડેકૂક
आरोळी         ખાટું
आवड           બૂમાબૂમ
——-
ગુજરાત મોરી મોરી રે
હૃદય માટેનો પર્યાયવાચી શબ્દ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) મંતર બ) જંતર
ક) અંતર ડ) નસ્તર
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં છુપાયેલું ફરસાણ શોધી કાઢો
આ વર્ષે બાળકો ખાસ મોસાળ જવાનાં છે.
———
માઈન્ડ ગેમ
ખજૂરનો પાક સૌથી વધુ કયા દેશમાં થાય છે?
અ) યુએસએ ૨) ઈજિપ્ત ૩) રશિયા ૪) ઈરાક
———
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
गड         ગઢ, કિલ્લો
गडी      સાથી, સોબતી
गडद     ઘોર, ગાઢ
गरजू    ગરજવાળું
गप     ચૂપ, મૂંગું
——-
ગુજરાત મોરી મોરી રે
ફુવા
———
ઓળખાણ પડી?
પેરિસ્કોપ
——-
માઈન્ડ ગેમ
હિરોશિમા
——–
ચતુર આપો જવાબ
કચોરી
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) હર્ષા મહેતા (૪) નીતા દેસાઈ (૫) નિખિલ બંગાળી (૬) અમીષી બંગાળી (૭) વિલાસ સી. અંબાણી (૮) શ્રદ્ધા આશર (૯) ખુશ્રુ કાપડિયા (૧૦) લજીતા ખોના (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) હરીશ જી. સુતરીયા (૧૩) પુષ્પા પટેલ (૧૪) નિતિન જે. બજરીયા (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) ડૉ. પ્રકાશ કટકિયા (૧૭) મિસિસ. ભારતી કટકિયા (૧૮) કલ્પના આશર (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) રસિકા જૂઠાણી ટોરંટો-કેનેડા (૨૨) ભારતી બુચ (૨૩) મહેશ દોશી (૨૪) મનીળ કાપડિયા (૨૫) તાહેર ઔરંગાબાદવાળા (૨૬) મૂલરાજ કપૂર (૨૭) શીરીન ઔરંગાબાદવાળા (૨૮) ભાવના કર્વે (૨૯) રાજુલા ભદ્રેશ પટેલ (૩૦) અરવિંદ કામદાર (૩૧) દિલીપ પરીખ (૩૨) મિલિંદ મનુભાઈ નાનસી (૩૩) મહેશ સંઘવી (૩૪) મહેન્દ્ર લોઢાવિયા (૩૫) રંજન લોઢાવિયા (૩૬) સુરેખા દેસાઈ (૩૭) રજનીકાંત પટવા (૩૮) સુનીતા પટવા (૩૯) પ્રવીણ વોરા (૪૦) અંજુ ટોલિયા (૪૧) વિજય ગરોડિયા (૪૨) નયના ગિરિશ મિસ્ત્રી (૪૩) પુષ્પા ખોના (૪૪) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) જાગૃત કે. જાની (૪૬) બીના જે. જાની (૪૭) પાર્થ જે. જાની (૪૮) જ્યોત્સના ગાંધી (૪૯) રમેશ દલાલ (૫૦) હિના દલાલ (૫૧) ઈનાક્ષી દલાલ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.