ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ઓળખાણ પડી?
સૂર્યદેવની આરાધનાથી પુત્રને જન્મ આપ્યા પછી કુંતીએ એ પુત્રને નદીમાં વહેતો મૂકી દીધો હતો. એ પુત્રનું નામ જણાવો.
અ) બલરામ બ) અભિમન્યુ ક) વિકટ ડ) કર્ણ
———–
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે કાળો મેઘ. સામાન્યપણે કાળો શબ્દ નકારાત્મક અર્થ ધરાવે છે, જેમ કે કાળાંપાણી. જોકે કાળો મેઘ એટલે ખૂબ જ ઉપકાર કરનારો. બહુ કાળાં વાદળાં સાથે ચડી આવીને અનરાધાર
વરસે એ વરસાદ ખેતી માટે બહુ લાભદાયી સાબિત થાય અને
મબલક પાક ઊતરે. એના પરથી મોટો ઉપકાર કરનારને કાળા મેઘ જોડે સરખાવાય છે.
———
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A                      B
ઉત્ક્રાંતિ       EAGER
ઉકેલ       EVOLUTION
ઉનાળો     WOOL
ઉત્કંઠ       SUMMER
ઊન        SOLUTION
————-
ગુજરાત મોરી મોરી રે
તર્ક-વિતર્ક કરવા એવો અર્થ અહીં જણાવેલા કયા રૂઢિપ્રયોગમાં વ્યક્ત થાય છે?
અ) પગ ઉપાડવા બ) ઘોડા દોડાવવા
ક) ટાપસી પૂરવી ડ) ટેકો માગવો
——–
ચતુર આપો જવાબ ઉખાણું ઉકેલો
આખો દિવસ ઊંઘ્યા કરું, રાત પડે ને રડ્યા કરું,
જેટલું રડું એટલું ગુમાવું, તો બોલો મિત્રો કોણ હું?
અ) કોલસો બ) ટોર્ચ ક) મીણબત્તી ડ) અંધારું
———
ઈર્શાદ
ઈતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્ર્વાસ કમઝોર હો ના,
હમ ચલે નેક રસ્તે પે, હમસે ભૂલકર ભી કોઈ
ભૂલ હો ના.
—-
માઈન્ડ ગેમ
ત્રણેય બાજુ સરખી લંબાઈવાળો ત્રિકોણ કયા નામે ઓળખાય છે?
અ) સમભુજ બ) સમદ્વિભુજ ક) લંબભુજ
———-
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
વાતચીત         TALK
અવાજ, ઘોંઘાટ NOISE
ચર્ચા                DISCUSSION
શાંતિ                  SILENCE
ગણગણાટ         MURMUR
———-
ઓળખાણ પડી?
કામધેનુ
———
માઈન્ડ ગેમ
૨૦
——–
ચતુર આપો જવાબ
મંકોડો
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મૂળરાજ કપૂર (૪) સુભાષ મોમાયા (૫) પુષ્પા પટેલ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર (૮) શિલા શેઠ
(૯) ગિરિશ શેઠ (૧૦) ડૉ. પ્રકાશ કાટકિયા (૧૧) મિસિસ. ભારતી કાટકિયા (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) લજીતા ખોના (૧૫) હરીશ જી. સુતરીયા (૧૬) અરવિંદ સુતરીયા (૧૭) ખુશ્રુ કાપડિયા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) મહેશ દોશી (૨૧) તાહેર ઔરંગાબાદવાળા
(૨૨) શીરીન ઔરંગાબાદવાળા (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) કલ્પના આશર (૨૭) જાગૃત જાની (૨૮) બીના જે. જાની (૨૯) પાર્થ જે. જાની (૩૦) જયંતી પટેલ (૩૧) હરીશ મનુભાઈ ભટ્ટ (૩૨) નિતિન જે. બજરીયા (૩૩) વિજય ગોરડિયા (૩૪) વીણા સંપટ (૩૫) ભાવના કર્વે (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) શિલ્પા શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) દિલીપ પરીખ (૪૪) પ્રવીણ વોરા (૪૫) ગિરિશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) નૈશધ દેસાઈ (૪૭) રસિક જૂઠાણી ટોરન્ટો કેનેડા (૪૮) અરવિંદ કામદાર (૪૯) સુરેખા દેસાઈ (૫૦) મિલિંદ મનુભાઈ નાનસી (૫૧) આદિત્ય વિનોદકુમાર મંકોડિયા (૫૨) નયના ગિરિશ મિસ્ત્રી (૫૩) હર્ષા મહેતા (૫૪) અરુણકુમાર કાંતિલાલ પરીખ (૫૫) વિલાશ સી. અંબાની (૫૬) હેમા હરીશ ભટ્ટ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.