‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
———
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
ફજેતી ગીતનો પ્રકાર
ફટાણું ધ્રાસકો
ફડકો બદનામી
ફણગો કર્તવ્ય
ફરજ અંકુર
——–
ઓળખાણ પડી?
૧૯૭૧ના યુદ્ધમાં મહત્ત્વની કામગીરી બજાવનાર અને ૧૯૬૧માં બાંધવામાં આવેલા ભારતીય નૌકાદળના પ્રથમ વિમાન વાહક જહાજની ઓળખાણ પડી?
અ) આઈએનએસ અરિહંત બ) આઈએનએસ વિક્રમાદિત્ય
ક) આઈએનએસ શાર્દુલ ડ) આઈએનએસ વિક્રાંત
——–
ગુજરાત મોરી મોરી રે
ખેડા જિલ્લાના કયા શહેરમાં શરદ પૂનમના દિવસે રણછોડરાય સાક્ષાત બિરાજમાન હોવાની લોકમાન્યતા છે અને એટલે તેમને શણગારી રત્નજડિત મુગટ પહેરાવવામાં આવે છે?
અ) રૂપાલ બ) ડાકોર, ક) માધવપુર, ડ) છોટાઉદેપુર
——
જાણવા જેવું
પાણીમાં અને ખૂબ ભેજવાળી જમીનમાં થતો એક જાતનો લાંબી પેરનો વેલો કે સાંઠો નેતર તરીકે ઓળખાય છે. તેની સોટીમાંથી લાકડી બનાવી કરંડિયા, ખુરશી ઇત્યાદિ સામાન બને છે. નેતરનો દાખલો આપતા કહેવાય છે કે, નેતર ઊંચું થવાથી જેમ નમે છે, તેમ માણસે ઉચ્ચ પદવી પ્રાપ્ત થવાથી પણ ઈશ્વરથી ડરીને નમવું. આપણે ત્યાં નેતર મલબાર, મહાબળેશ્વર અને રામેશ્વરમાં થાય છે. તે ચીકણું હોય છે અને પાણીમાં કોહતું નથી.
———
ચતુર આપો જવાબ
અહીં આપેલા વિકલ્પોમાંથી કયો દેશ ’લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન’ તરીકે ઓળખાય છે જ્યાં લાગલગાટ ૭૫ દિવસ સુધી સૂર્યાસ્ત નથી થતો.
માથું ખંજવાળો
અ) સ્વિટ્ઝર્લેન્ડ
બ) ફિલિપાઇન્સ
ક) નોર્વે
ડ) પોલેન્ડ
———
નોંધી રાખો
જીવનમાં સારી તક બહુ ઓછી વાર મળતી હોય છે. માટે જીવનમાં જો કોઈને માટે કંઈક કરવાની તક મળે તો સારથી બનજો, સ્વાર્થી નહીં.
——-
માઈન્ડ ગેમ
ભૌમિતિક આકૃતિ વર્તુળમાં આપેલા વિકલ્પમાંથી કોની હાજરી નથી હોતી એ વિચાર કરીને કહી શકશો?
અ) ત્રિજ્યા બ) વ્યાસ ક) પરિઘ ડ) બાજુ
———
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
પટરાણી રાજાની મુખ્ય પત્ની
પટવારી તલાટી
પટાવાળો ચપરાસી
પડઘમ નગારું
પત્રાવળ ભોજન પાત્ર
——-
ગુજરાત મોરી મોરી રે
પાળિયો
——-
ઓળખાણ પડી?
નેટ
——-
માઈન્ડ ગેમ
નોમોફોબિયા
——
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નેપાળ
——
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) વીણા સંપટ (૨) રજનીકાંત પટવા (૩) મિલિંદ નાનસી (૪) પ્રવીણ વોરા (૫) ગિરીશ મિસ્ત્રી (૬) પુષ્પા ખોના (૭) સુભાષ મોમાયા
(૮) વર્ષા શ્રોફ (૯) નયના મિસ્ત્રી (૧૦) કિશોરકુમાર વેદ (૧૧) જયવંત ચિખલ (૧૨) તાહેર ઔરંગાબાદવાલા (૧૩) મુલરાજ કપૂર (૧૪)
નીતા દેસાઈ (૧૫) શ્રદ્ધા આશર (૧૬) ભારતી બુચ (૧૭) હર્ષા મહેતા (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) લજિતા ખોના (૨૦) નિતિન બજરિયા (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) ડૉ. પ્રકાશ કાટકિયા (૨૩) હરીશ સુતરીયા (૨૪) ભારતી કાટકિયા (૨૫) મહેન્દ્રા લોઢાવિયા (૨૬) પુષ્પા પટેલ (૨૭) જ્યોતિ ખાંડવાલા (૨૮) મીનળ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) ભાવના કર્વે (૩૧) ખુશરૂ કાપડિયા (૩૨) અરવિંદ કામદાર (૩૩) અંજુ ટોલિયા (૩૪) મહેશ સંઘવી (૩૫) સુરેખા દેસાઈ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) જ્યોત્સના ગાંધી (૩૮) હિના દલાલ (૩૯) ઈનાક્ષી દલાલ (૪૦) રમેશ દલાલ (૪૧) રશ્મિન પાઠક