ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——————-

ભાષા વૈભવ…

ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A             B
સ્નાયુ     SNEEZE
નાડી     HICCOUGH, HICCUP
છીંક      INDIGESTION
હેડકી    MUSCLE
અપચો PULSE
——————–
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
અરબસ્તાનમાં ઊગે અને આરોગ્ય માટે પૌષ્ટિક,
ઉપરથી ખાઈ જવાય અને અંદરથી ફેંકી દેવાય.
અ) જમરૂખ બ) કેળાં ક) અનાનસ ડ) ખજૂર
——————-
ગુજરાત મોરી મોરી રે
રોજ, એકાંતરે ઠંડી ચડી જવાથી આવતો મલેરિયાનો તાવ કયા નામે ઓળખાય છે?
અ) પીળો તાવ બ) કાળો તાવ ક) ટાઢિયો તાવ ડ) આકરો તાવ
—————–
ઈર્શાદ
હશે કોઈ માણસનું ઘર આ જગા પર,
અહીં કોઈ પંખી નથી કે નથી નીડ.
– મુકુલ ચોક્સી
—————
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
તજ        CINNAMON
એલચી  CARDAMOM
સૂંઠ        DRY GINGER
હળદર  TURMERIC
મરી      PEPPER
—————-
ગુજરાત મોરી મોરી રે
જામનગર
———–
ઓળખાણ પડી?
લાલ અને અન્ય રંગમાં જોવા મળતા અને ફરાળમાં ખવાતા આ પાકની ઓળખાણ પડી?

અ) કંદ બ) શક્કરિયા ક) સૂરણ ડ) મોરિયો
————–
માતૃભાષાની મહેક
વૈદ્ય ત્રણ જાતના કહેવાય છે: છદ્મચર, સિદ્ધ સિદ્ધાંત અને વૈદ્યગુણસંપન્ન. બીજા વૈદ્યની સાધનસામગ્રી જોઈ એ વસાવી તેના જેવા દેખાવાનો ડોળ કરે છે તેને છદ્મચર વૈદ્ય કહે છે. જે વૈદ્ય ગુણવાળો ન હોય પણ જેની ખ્યાતિ પૈસાદાર તેમ જ જ્ઞાની અને સિદ્ધ લોકોએ ફેલાવી હોય તેવાને સિદ્ધ સિદ્ધાંત વૈદ્ય કહે છે અને વૈદ્યકને લગતી બધી વિદ્યાથી વાકેફગાર હોય તે વૈદ્યગુણસંપન્ન વૈદ્ય કહેવાય છે અને તે જ ખરો વૈદ્ય છે.
————-
માઈન્ડ ગેમ
આડાઅવળા થઈ ગયેલા અક્ષરો ગોઠવીને કહેવત શોધી કાઢો.
દાળ ચોખો અને દબાય ચંપાય
——————–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) ભારતી બૂચ (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસીસ. ભારતી કટકિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) પુષ્પા પટેલ (૧૦) દીના વિકમશી (૧૧) તાહેર ઔરંગાબાદવાલા (૧૨) શીરીન ઔરંગાબાદવાલા (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) દિલીપ પરીખ (૧૫) મહેશ દોશી (૧૬) મહેન્દ્ર લોઢવિયા (૧૭) રંજન લોઢવિયા (૧૮) કલ્પના આશર (૧૯) મીનળ કાપડિયા (૨૦) ખુશ્રુ કાપડિયા (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) હર્ષા મહેતા (૨૪) વિલાસ સી. અંબાણી (૨૫) રસીક જુઠાની – ટોરન્ટો – કેનેડા (૨૬) પદમા લાડ (૨૭) સુનિતા પટવા (૨૮) વિજય ગોરડિયા (૨૯) રજનીકાંત પટવા (૩૦) અંજુ ટોલીયા (૩૧) શિલ્પા શ્રોફ (૩૨) પુષ્પા ખોના (૩૩) રાજુલ ભદ્રેશ પટેલ (૩૪) રવિન્દ્ર પાટડીયા (૩૫) મહેશ સંઘવી (૩૬) પ્રવીણ વોરા (૩૭) નીતિન જે. બજરિયા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) હીના દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) સુરેખા દેસાઈ (૪૫) નિખીલ બંગાલી (૪૬) અમીષી બંગાલી (૪૭) હરીશ જી. સુતરીયા (૪૮) લજીતા ખોના (૪૯) જાગૃત કે જાની (૫૦) બીના જે જાની (૫૧) પાર્થ જે. જાની.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.