ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——-
ઓળખાણ પડી?
શ્રીરામ સાથે સંધિ કરવાની રાવણને સલાહ આપનાર અને પછી રામનું શરણ લેનારને ઓળખ્યા?શ્રીરામ સાથે સંધિ કરવાની રાવણને સલાહ આપનાર અને પછી રામનું શરણ લેનારને ઓળખ્યા?
અ) કુંભકર્ણ બ) ઉગ્રસેન ક) ઈંદ્રજિત ડ) વિભીષણ
———–
માતૃભાષાની મહેક
સત્તરમી સદીમાં ગુજરાતી ભાષા પર મરાઠીની અસર થવાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. સંસ્કૃત શબ્દ નાપિત પરથી મરાઠીમાં ધ્વળમિ શબ્દ બન્યો જેનો અર્થ વાળંદ થાય છે. ગુજરાતીમાં વાળંદ-નાઈ પણ કહેવાય છે. નાઈ શબ્દ મરાઠીમાંથી ઊતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે. એ જ રીતે મરાઠી શબ્દ ખિખ એટલે આમલી અને એના પરથી જ ચિંચોડા એટલે આંબલિયા શબ્દનો જન્મ થયો છે.
——-
ઈર્શાદ
તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
– સ્તવન
———–
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી જોડી જમાવો
A                        B
પવિત્ર              SACRIFICE
મંદિરનું ગર્ભદ્વાર SANE
સાધુ                 SANCTUM
ત્યાગ               SACRED
સમજુ, ડાહ્યું     SAINT
———–
ગુજરાત મોરી મોરી રે
બોટાદ જિલ્લાના સાળંગપુરમાં કોનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે?
અ) શિવજી બ) વિષ્ણુ ક) હનુમાન ડ) બ્રહ્મા
———-
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કાળા ધોળા પથ્થર જોડે ઘર ઘરમાં હું જાઉં,
ધરતીમાતાની બેટી હું, પથ્થરની બહેન થાઉં.
અ) કાંકરા બ) ઈંટ ક) માટી ડ) સિમેન્ટ
———-
માઈન્ડ ગેમ
કિષ્ક્ધિધા નગરીના રાજા અને વાલીના નાના ભાઈનું નામ જણાવો.
અ) સુગ્રીવ બ) અંગદ ક) જાંબવાન ડ) વિલય
——–
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
માળા     ROSARY
મણકો  BEAD
હાર      GARLAND
કેસર     SAFFRON
ચંદન  SANDALWOOD
———–
ગુજરાત મોરી મોરી રે
ડાકોર
———
ઓળખાણ પડી?
રામસેતુ
———-
માઈન્ડ ગેમ
રાણકપુર
———
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રૂમાલ
———
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મૂલરાજ કપૂર (૨) ભારતી બૂચ (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસીસ. ભારતી કટકિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) પુષ્પા પટેલ (૧૦) દીના વિકમશી (૧૧) તારેહ ઔરંગાબાદવાલા (૧૨) શીરીન ઔરંગાબાદવાલા (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) દિલીપ પરીખ (૧૫) મહેશ દોશી (૧૬) મહેન્દ્ર લોઢવિયા (૧૭) રંજન લોઢવિયા (૧૮) કલ્પના આશર (૧૯) મીનળ કાપડિયા (૨૦) ખુશ્રુ કાપડિયા (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) હર્ષા મહેતા (૨૪) વિલાસ સી. અંબાણી (૨૫) રસીક જુઠાની – ટોરન્ટો – કેનેડા (૨૬) પદમા લાડ (૨૭) સુનિતા પટવા (૨૮) વિજય ગોરડિયા (૨૯) રજનીકાંત પટવા (૩૦) અંજુ ટોલીયા (૩૧) શિલ્પા શ્રોફ (૩૨) પુષ્પા ખોના (૩૩) રાજુલ ભદ્રેશ પટેલ (૩૪) રવિન્દ્ર પાટડીયા (૩૫) મહેશ સંઘવી (૩૬) પ્રવીણ વોરા (૩૭) નીતિન જે. બજરિયા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) હીના દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) સુરેખા દેસાઈ (૪૫) સુરેખા દેસાઈ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.