ફન વર્લ્ડ

ફનક્લબ

ફન વર્લ્ડ

મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A                             B
તજ                 DRY GINGER
એલચી           PEPPER
સૂંઠ                 TURMERIC
હળદર           CINNAMON
મરી              CARDAMOM

ઓળખાણ પડી?
વાળને ચેપથી સુરક્ષિત રાખી ઉત્તમ સફાઈ કરવાનો ગુણ ધરાવતી ઔષધિ શું નામે ઓળખાય છે?
અ) આમળાં બ) આંબલીયા ક) અરીઠાં ડ) અંતરસ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ત્રણ નેત્ર પણ શંકર નહીં, વાળ ઘણા પણ ઘેટું નહીં,
પાણી છે પણ ઘડો નહીં, જટા પણ સંન્યાસી નહીં.
અ) સોપારી બ) અનાનસ ક) નારિયેળ ડ) કોળું

માતૃભાષાની મહેક
નવ નામની એક વનસ્પતિ પણ છે, જે સામાન્ય વાતચીતમાં રાતી સાટોડી નામે ઓળખાય છે. સાટોડીની વેલ હોય છે, જે મોટા ભાગે ઉકરડા ઉપર અને વિશેષ કરીને રેતાળ જમીનમાં બહુ ઊગે છે. તેના પાન તાંદળજાની ભાજીનાં હોય એવા ઘટ્ટ હોય છે. તેમાં નાનાં ઘંટના આકારનાં સફેદ, રાતાં અને ગુલાબી રંગના ફૂલ થાય છે.

ગુજરાત મોરી મોરી રે
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કયાં શહેરમાં છે?
અ) ભાવનગર બ) જામનગર કે) અમદાવાદ ડ) રાજકોટ

માઈન્ડ ગેમ
આડાઅવળા થઈ ગયેલા અક્ષરો ગોઠવીને કહેવત શોધી કાઢો
સુખ જાતે પહેલું નર્યા તે

ઈર્શાદ
સુખ જેવું જગમાં કંઈ જ નથી, જો છે તો આ જ છે,
સુખ એ તો અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
– જલન માતરી
———
ગયા મંગળવારના જવાબ

ભાષા વૈભવ
પરવળ                  POINTED GOURD
ફણસ                     JACKFRUIT
ફણસી                    FRENCH BEANS
સરગવો                 DRUMSTICK
ચોળી                    LONG BEANS

ગુજરાત મોરી મોરી રે
ડાંડિયો

ઓળખાણ પડી?
ઓસડિયાં

માઈન્ડ ગેમ
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઊન

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.