ફન વર્લ્ડ

ફનક્લબ

ફન વર્લ્ડ

મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી જોડી જમાવો
A                  B
માળા          SAFFRON
મણકો        SANDALWOOD
હાર            ROSARY
કેસર          BEAD
ચંદન        GARLAND

ઓળખાણ પડી?
લંકા ઉપર ચડાઈ કરતી વખતે વિશ્ર્વકર્માના પુત્ર નીલે શ્રી રામ માટે પુલ રચ્યો હતો એ કયા નામે ઓળખાય છે?
અ) લક્ષ્મણ ઝૂલા બ) વિશ્વસેતુ ક) રામસેતુ ડ) વિજયસેતુ

ગુજરાત મોરી મોરી રે
દંતકથા અનુસાર શ્રી દ્વારકાધીશના પરમ ભક્ત બોડાણાના અત્યાગ્રહને લીધે શ્રી રણછોડરાયજી દ્વારકા છોડી ક્યાં પધાર્યા હતા?
અ) ગોધરા બ) ખંભાત ક) વીરપુર ડ) ડાકોર

માતૃભાષાની મહેક
નવકાર મંત્ર એટલે નમસ્કાર પદ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝ્ઝાયાણં, નમો લોએ સવ સાહૂણં. આ પવિત્ર વાક્યોને નિગ્રંથપ્રવચનમાં નવકાર મંત્ર કે પંચપરમેષ્ઠી મંત્ર કહે છે. અર્હન ભગવાનના બાર ગુણ, સિદ્ધ ભગવાનના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પચીસ ગુણ અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થાય છે.

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આસો માસો ખુશાલદાસ, સૌરભને સૂંઘી લેતો,
સ્ત્રી-પુરુષના ખીસા માંહે, જ્યાં જુઓ ત્યાં ફરતો.
અ) ચોકલેટ બ) રૂમાલ ક) અત્તર ડ) પાકીટ

ઈર્શાદ
સુખકર્તા, દુ:ખહર્તા વિઘ્ન વિનાશક ગણરાયા,
મોદક – લાડુ તમને, બુદ્ધિ આપો થોડી અમને.
— ગણેશજીની આરતી

માઈન્ડ ગેમ
૧૪૪૪ થાંભલા માટે જાણીતા રાજસ્થાનના પ્રખ્યાત દેરાસરનું નામ જણાવો
અ) રાણકપુર બ) દેલવાડા ક) સોનગઢ તીર્થ ડ) ઓસિયાજી
——-
ગયા સોમવારના જવાબ

ભાષા વૈભવ
બિલાડીનું બચ્ચું      KITTEN
ગલૂડિયું                  PUPPY
સિંહનું બચ્ચું            CUB
હંસનું બચ્ચું             CYGNET
મરઘીનું બચ્ચું         CHICK

ગુજરાત મોરી મોરી રે
શામળાજીનો મેળો

ઓળખાણ પડી?
દશાનન

માઈન્ડ ગેમ
સહદેવ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એરંડો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.