ફન વર્લ્ડ

ફનક્લબ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A                     B
વિકટ           વિશાળ, ભવ્ય
વિમુખ         આફત, આપત્તિ
વિપદા        અઘરું, દુર્ગમ
વિરાટ         પંખી, પક્ષી
વિહંગ         પ્રતિકૂળ, મોં ફેરવીને બેઠેલું

ઓળખાણ પડી?
મુખ્યત્વે ચોમાસામાં જોવા મળતા અને અત્યંત ધીમી ગતિએ ચાલતા શિંગડીવાળા જીવની ઓળખાણ પડી?
અ) અધરંગો
બ) નરમગાય
ક) ગોકળગાય
ડ) ગાવડી

ગુજરાત મોરી મોરી રે
માતાનાં ગુણગાન ગાતી કવિતાની પંક્તિ પૂરી કરો.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ! એથીય મીઠી મોરી માત રે
જનનીની જોડ સખી! ——————–
અ) અનોખી છે જોડ બ) નહીં જડે રે લોલ ક) બધે મળશે રે લોલ
ડ) પ્રભુના આશિષ છે રે લોલ

જાણવા જેવું
જાપાનને ઊગતા સૂર્યની ભૂમિ કહે છે. એના રાષ્ટ્રીય ધ્વજ પર પ્રભાતના સૂર્યનું ચિત્ર હોય છે. જાપાનના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે અને તેમના શહેનશાહને મિકાડો કહેવામાં આવે છે. જાપાનમાં કેટલાક જ્વાળામુખી પર્વતો છે તેમ જ આ દેશમાં વારંવાર ધરતીકંપ પણ થતા હોવાથી જાનમાલને પારાવાર નુકસાન થાય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વિકલ્પમાંથી કઈ રમત સાથે પ્રકાશ પાદુકોણનું નામ જોડાયું છે એ જણાવો.
અ) ક્રિકેટ બ) બોક્સિગં ક) બેડમિન્ટન ડ) ગોલ્ફ

નોંધી રાખો
વખત તમને જેટલો રગદોળે,
એટલો જ ચમકાવે પણ છે.

માઈન્ડ ગેમ
સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષી લેતો વાયુ કયા નામથી ઓળખાય છે?
અ) ક્લોરીન બ) હિલિયમ ક) ઓઝોન ડ) નાઈટ્રોજન
——–
ગયા શનિવારના જવાબ

ભાષા વૈભવ
સંગ            સોબત, સહવાસ
સંઘ            સંસ્થા, મંડળ
સંચ            સંગ્રહ, સંચય
સંત            સાધુ પુરુષ
સંપ            સુલેહ, સ્નેહભાવ

ઓળખાણ પડી?
તીતીઘોડો

ગુજરાત મોરી મોરી રે
ફાટે પણ ફીટે નહીં

માઈન્ડ ગેમ
સલ્ફર

ચતુર આપો જવાબ
ફૂટબોલ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.