ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો

A                 B
फंदा           ખભો
बंदा           માથે ટાલવાળો
खंभा          સેવક, ચાકર
कंधा          ગાળિયો, જાળ
गंजा           થાંભલો

ઓળખાણ પડી?
ધર્મેન્દ્ર-અમિતાભની આ ફિલ્મની ઓળખાણ પડી?
અ) શોલે
બ) દોસ્તાના
ક) ચુપકે ચુપકે
ડ) રામ બલરામ

ગુજરાત મોરી મોરી રે
કઈ હિરોઈન સાથે ઉપેન્દ્ર ત્રિવેદીએ સૌથી વધુ ફિલ્મો કરી છે?
અ) રાગિણી બ) પદ્મા રાણી ક) સ્નેહલતા ડ) રોમા માણેક

જાણવા જેવું
હિન્દી ફિલ્મની જે કેટલીક વિચિત્રતાઓ છે એમાં એક છે મા-દીકરાના પાત્રની. ઘણી વાર એવું જોવા મળ્યું છે કે દીકરા કરતાં માની ઉંમર નાની હોય. આ બાબતે રજનીકાંત-શ્રીદેવીની તમિળ ફિલ્મ ‘ખજ્ઞજ્ઞક્ષમિી ખીમશભવી’ મેદાન મારી જાય છે. ૧૯૭૬માં રિલીઝ થયેલી આ ફિલ્મ વખતે રજનીકાંતની ઉંમર ૨૬ વર્ષની હતી, જ્યારે માતાનો રોલ કરનારી શ્રીદેવી ૧૩ વર્ષની હતી.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ગુજરાતી નાટક ‘ધુમ્મસ’ જોઈને યશ ચોપડાએ કઈ હિન્દી ફિલ્મ બનાવી હતી?
અ) ઈત્તફાક બ) સિલસિલા ક) લમ્હે ડ) દાગ

નોંધી રાખો
હિન્દી ફિલ્મનો સૌથી પ્રસિદ્ધ સંવાદ ‘મૈં તુમ્હારે બચ્ચે કી માં બનનેવાલી હૂં’
ગણાય છે.

માઈન્ડ ગેમ
આપેલા વિકલ્પમાંથી મનીષા કોઈરાલાની ફિલ્મ ઓળખી કાઢો.
અ) સાથ સાથ બ) દિલ સે ક) ઘાયલ ડ) આશિકી
———
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
दोरगा           થાણેદાર, ઈન્સ્પેકટર
दरवेश           ફકીર
दरगुजर           માફ
दरबदर          ઠેર ઠેર
दरिंदा          હિંસક પશુ

ઓળખાણ પડી?
કાર્તિક આર્યન

ગુજરાત મોરી મોરી રે
મહિયરની ચૂંદડી

માઈન્ડ ગેમ
અંગૂર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સ્વર્ગ

Google search engine