ફન વર્લ્ડ

ફનક્લબ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——-
ઓળખાણ પડી?
ઘાસ પર જોવા મળતા લાંબા પગ અને નાની પાંખવાળા લીલા પીળા રંગના જીવડાની ઓળખાણ પડી?
અ) બીટલ બ) અળસાઈ ક) બગાઈ ડ) તીતીઘોડો
——–
જાણવા જેવું
ભારતની ઉત્તર દિશાએ આવેલા દેશના સૌથી મોટા પર્વત હિમાલય વિશે કાલેલકર લખે છે કે હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાપાક્યાનો વિસામો, નિરાશી જનોનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમુક્ષુઓની અંતિમ દિશા, સાધકોનો આધાર, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે.
——-
નોંધી રાખો
ધનથી શ્રીમંત હોય એ મનથી પણ શ્રીમંત હોય એ જરૂરી નથી.
——–
ભાષા વૈભવ…
ગુજરાતી-ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A             B
સંગ          સંસ્થા, મંડળ
સંઘ           સાધુ પુરુષ
સંચ           સુલેહ, સ્નેહભાવ
સંત           સોબત, સહવાસ
સંપ            સંગ્રહ, સંચય
———
ગુજરાત મોરી મોરી રે
વરીએ જોઈને જાત, મરતાં યે મૂકે નહીં,
પડી પટોળે ભાત, ————-
અ) શોભે પણ વખાણે નહીં બ) જાગે પણ ઊંઘે નહીં ક) ફાટે પણ ફીટે નહીં ડ) સીવે પણ પહેરે નહીં
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વિકલ્પમાંથી કઈ રમત સાથે પેલેનું નામ જોડાયું છે એ જણાવો
અ) બેડમિન્ટન બ) ફૂટબોલ ક) સ્વિમિંગ ડ) કેનોઈંગ
———
માઈન્ડ ગેમ
અ) કાર્બન બ) સલ્ફર ક) સોડિયમ ડ) ઝિંક
——-
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
અંક                   સંખ્યા
અંગ                  શરીર, કાયા
અંગત                ખાનગી
અંજળપાણી       દાણોપાણીનું નિર્માણ
અંધકાર              તિમિર
———-
ગુજરાત મોરી મોરી રે
દેખણહારા રે
——–
ઓળખાણ પડી?
લામા
——–
માઈન્ડ ગેમ
કાર્બન ડાયોક્સાઈડ
——-
ચતુર આપો જવાબ
રોલર સ્કેટિંગ
——
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) તાહેર ઔરંગાબાદવાળા (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) મિસિસ. ભારતી કટકિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) લજીતા ખોના (૧૦) શ્રદ્ધા આશર (૧૧) અમીષી બંગાળી (૧૨) નિખિલ બંગાલી (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) પુષ્પા પટેલ (૧૫) મહેન્દ્ર લોઢવિયા (૧૬) રંજન લોઢવિયા (૧૭) દીના વિકમશી (૧૮) મહેશ દોશી (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) મીનળ કાપડિયા (૨૨) રસીક જુઠાની-ટોરન્ટો-કેનેડા (૨૩) પદમા લાડ (૨૪) મહેશ પી. પટેલી (૨૫) ભાવના કર્વે (૨૬) રાજુલ ભદ્રેશ પાતે (૨૭) સુનીતા પટવા (૨૮) કલ્પના આશર (૨૯) ખુશરૂ કાપડિયા (૩૦) અંજુ ટોલીયા (૩૧) નિતીન જે. બજરીયા (૩૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૩) સુરેખા સુધીર દેસાઈ (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હીના દલાલ (૩૮) ઈનાખી દલાલ (૩૯) અરવિંદ કામદાર (૪૦) વિજય ગોરડીયા (૪૧) દિલીપ પરીખ (૪૨) રવિન્દ્ર પાટડીયા (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) માલતી હરીશ ધરમસી (૪૫) પ્રવીણ વોરા (૪૬) પ્રજ્ઞાબેન પ્રમોદભાઈ પુરોહિત (૪૭) જાગૃત કે જાની (૪૮) બીના જે જાની (૪૯) પાર્થ જે જાની. (૫૦) રજનીકાંત પટવા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.